હાથ, પગ માથું સહિતના ચાર માનવઅંગો મળી આવ્યા
અમદાવાદ: 16’12’2022, હાર્દિક શેઠ,
શહેરના છેવાડે આવેલા કોતરપુર વોટર વર્ક્સ પ્લાન્ટમાં ગત રાત્રે માનવઅંગો મળી આવતા ચકચાર મચી ગઇ. પાણીના ટાંકમાં માનવ શરીરના કપાયેલા અંગો જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. સ્થાનિક કર્મચારીઓએ ઘટનનામાં ગંભીરતા જાણી પોલીસ કન્ટ્રોલ રૂમમાં સમગ્ર મામલે જાણકારી આપી હતી.
કોતરપુર વોટર વર્ક્સ પ્લાન્ટના પાણીના ટાંકમાં માનવ શરીરના અંગો મળવાની જાણકારી સાથે સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથધરી હતી. સરદારનગર પોલીસ દ્વારા પાણીનાં ટાંકા માંથી માનવ શરીરના ચાર જેટલા કપાયેલા અંગો મેળવ્યા જેમાં માથું, હાથ, પગ સહિતના ચાર અંગો મળી આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અંગો કોઈ અજાણ્યા પુરુષના હોવાનું માલુમ થઈ રહ્યું છે જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે માનવ અંગો કોના છે કોતરપુર વોટર વર્ક્સ પ્લાન્ટમાં કોણ ફેંકી ગયું અને ક્યાં પુરુષની હત્યા કોણે ક્યાં કરી તે બાબતે એફ.એસ.એલની મદદ પણ લીધી છે.