AMCના બજેટના મુખ્ય અંશો! જાણો કેટલો થયો ટેક્ષમાં વધારો, શુ સુવિધાઓ વધશે…

AMCના બજેટના મુખ્ય અંશો! જાણો કેટલો થયો ટેક્ષમાં વધારો, શુ સુવિધાઓ વધશે…

0 0
Spread the love

Read Time:7 Minute, 23 Second
AMCના બજેટના મુખ્ય અંશો! જાણો કેટલો થયો ટેક્ષમાં વધારો, શુ સુવિધાઓ વધશે…

AMCનું ડ્રાફ્ટ બજેટ,અમદાવાદીઓના માથે નવો કરબોજ, 10 વર્ષ બાદ પ્રોપર્ટી ટેક્સ વધાર્યો

ગત વર્ષના રૂ.8111 કરોડના ડ્રાફ્ટ બજેટ ની સામે રૂ.8400 કરોડનું બજેટ રજૂ કરાયુ

રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 7 નો વધારો કરી 23 રૂ કરાયા

અમદાવાદ: 31’01’2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના વર્ષ 2023- 24નું રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું છે. ગત વર્ષના મ્યુનિસિપલ કમિશનરના 8111 કરોડના બજેટ કરતા રૂ. 289 કરોડની રકમનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે આજે ચૂંટાયેલી પાંખ ભાજપના શાસકો સમક્ષ રજૂ કર્યું હતું. AMCના વધતાં જતા વહીવટી ખર્ચા અને રાજ્ય સરકારની મળતી ઓક્ટ્રોયની ગ્રાન્ટની ઓછી રકમને લઈ ટેક્સમાં વધારો કર્યો છે.

બજેટના મુખ્ય અંશ
– પાંચ રેલવેલાઇન ફાટકમુક્ત બનાવશે
– પંચવટી જંકશન પર ફ્લાયઓવરબ્રિજ
– માનસી જંકશન પર ફ્લાયઓવરબ્રિજ
– વિસત જંકશન પર સ્પીડ ફલાયઓવરબ્રિજ
– પાંજરાપોળ જંકશન પર સ્પીડ ફલાયઓવરબ્રિજ

– નિકોલ રસપાન ચાર રસ્તાથી શેલ્બી હોસ્પિટલ સુધી પેલેસ્ટ્રીયલ રોડ – ખોખરા સર્કલથી અનુપમ સિનેમા સુધી પેડેસ્ટ્રીયલ રોડ – વસ્ત્રાલ તન્મય ભાજીપાવથી માધવ સ્કૂલ થી મેટ્રો રેલ ને જોડતા રોડને પેડેસ્ટીલ રોડ

– એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ આઇકોનિક રોડ – એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધી આઇકોનિક રોડ – વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધી આઇકોનિક રોડ – વિસત સર્કલથી તપોવન સર્કલ સુધી આઈકોનિક રોડ – રાજપથ ક્લબથી એસપી રિંગ રોડ આઇકોનિક રોડ

– ચાંદલોડિયા, ઓગણજ, ગોતા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ માટે સ્ટોર્મ વોટર – સાયન્સ સીટી રોડ પર સ્ટોર્મ વોટર નાખવામાં આવશે – અમૃત સરોવર હેઠળ સોલા, બોડકદેવ મહિલા અને અસારવા ત્રણ તળાવને ડેવલોપ કરવામાં આવશે

અમદાવાદમાં 24×7 વોટર સપ્લાય સ્કીમ
– જોધપુર, સોલા ભાગવત વિદ્યાપીઠ, બાગબાન પાર્ટી પ્લોટ , ત્રાગડ, નિકોલ ભોજલધામ પાસે અને અબજીબાપા ફ્લેટ પાસે લાગૂ થશે
– વોટર મીટરથી પાણી અપાશે- અડધા ઇંચથી મોટા કનેક્શન માટે વોટર મીટરથી જ પાણી આપવાનું આયોજન
– પ્રથમ 20 હજાર લીટર વપરાશ માટે ટેક્સબુક મુજબનો વોટરપાર્ક અને તેથી વધુ વપરાશ માટે અલગથી ચાર્જ
– નિશ્ચિત પાણીના વપરાશથી વધુ પાણીના વપરાશ માટે ટેલિસ્કોપ પદ્ધતિ આધારિત પાણીનો ચાર્જ વસૂલવા આયોજન
– નરોડા મુઠીયા, હંસપુરા, કઠવાડા અને નાના ચિલોડા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર અને નેટવર્ક થશે
– 16 જગ્યાએ વ્હાઇટ ટોપિંગ રોડ બનશે

અમદાવાદીઓને ટ્રાવેલ અને આરોગ્યની સેવા
– BRTS – AMTSના 100 જેટલા રૂટ ઉપર 600 જેટલી ઇ રીક્ષા મૂકાશે
– 2000થી વધુ પેડલ આસિસ્ટેડ અથવા ઇ બાઇક શરૂ થશે- નવા 13 અર્બન હેલ્થ સેન્ટર અને એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનશે
– નવા 21 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવાશે
– ચાંદલોડીયા અને ગોતામાં ફાયર સ્ટેશન
– જોધપુર અને સરખેજમાં કોમ્યુનિટી હોલ
– ટાઉનહોલનું રીનોવેશન કરાશે
– પાલડી સંસ્કાર કેન્દ્ર હેરિટેજ બિલ્ડિંગનું રી-ડેવલોપમેન્ટ- મધ્ય અને પૂર્વ ઝોનમાં ડ્રેનેજ લાઇન સંપૂર્ણપણે બદલાશે

– દરેક ઝોનમાં બે શાકમાર્કેટ મળી કુલ 14 શાકમાર્કેટ બનશે – વસ્ત્રાપુર લેક પાસે સીટી સ્કવેર બનશે – જુદી જુદી ત્રણ જગ્યાએ ફૂડ પાર્ક બનશે – 21 જગ્યાએ રીડિંગ રૂમ બનશે – 10 તળાવને વિકસિત કરાશે – 12 નવા બગીચા બનશે – 11 બગીચા ડેવલોપમેન્ટ કરાશે

– 6 સ્મશાનને ડેવલોપમેન્ટ, 3 નવા બનાવશે – હેરિટેજ રૂટના 1.5 કિ.મી જેટલા રોડનું કોબાલ્ટ સ્ટોનથી બ્યુટીફીકેશન – ટોરેન્ટ પાવરથી કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ – પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વર્કિંગ વુમન માટે મહિલા હોસ્ટેલ બનશે – મહિલાઓ માટે ઝોન દીઠ 1 she lounge બનશે – હોસ્પિટલ અને શાળાઓની નજીક બ્રિજ ઉપર સાઉન્ડ લગાવશે – ઓટોમેટીક પાર્કિગ, મેપ અને ડિજિટલ પેમેન્ટ રૂપે સ્પાર્ટ પાર્કિંગ – 25 કડિયાનાકા વિસ્તાર ડેવલોપમેન્ટ કરાશે – વર્ષ 2050ની જરૂરિયાત ધ્યાનમાં રાખી ડ્રેનેજ અને વોટર સિસ્ટમનો ડ્રાફ્ટ તેમજ ફાઇનલ માસ્ટર પ્લાન્ટ આ વર્ષે બનાવશે

રહેણાંકમાં રૂ. 23 અને બિન રહેણાંકમાં રૂ. 37નો વધારો સૂચવ્યો
પ્રોપર્ટી ટેક્સમાં વધારો થયો છે. જેમાં હાલમાં પ્રતિ ચોરસમીટર રહેણાંક માટે 16 રૂપિયા, બિન રહેણાંક માટે 28 રૂપિયા છે. જેમાં સુધારો કરી કમિશનરે નવો વધારો સુચવ્યો છે. રહેણાંક માટે 23 રૂપિયા, બિન રહેણાંક માટે 37 રૂપિયા સૂચવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-24ના કમિશનર દ્વારા મૂકવામાં આવેલા બજેટમાં સૌપ્રથમવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વધારે ઉપયોગ કરે અને શહેરમાં પ્રદૂષણ ઓછું તેમ ફેલાય તેને ધ્યાનમાં રાખી આ સૂચન કરાયું છે. શહેરીજનો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી વાપરતા અને પોતાના વાહનોનો ઉપયોગ કરી અને પ્રદૂષણ ફેલાતું હોવાથી આ યુઝર ચાર્જ લેવાનું કમિશનરે સૂચન કર્યું છે. જેમાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટર 5 રૂપિયાથી લઈ અને 3000 અને બિન રહેણાંક મિલકતોમાં 150થી લઇ અને 7000 રૂપિયા સુધીનો ચાર્જ લેવાનું સૂચન કરાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

<img alt="એર ઈન્ડિયાની ઉડાન દરમ્યાન દરેક ઘટના પર વોચ રાખશે સોફટવેર ‘કોરૂસન’
" title="એર ઈન્ડિયાની ઉડાન દરમ્યાન દરેક ઘટના પર વોચ રાખશે સોફટવેર ‘કોરૂસન’
" width="300" height="300" src="https://i2.wp.com/themobilesnews.com/wp-content/uploads/2023/01/116197-air-india-maharaja-1024x571.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="એર ઈન્ડિયાની ઉડાન દરમ્યાન દરેક ઘટના પર વોચ રાખશે સોફટવેર ‘કોરૂસન’
" title="એર ઈન્ડિયાની ઉડાન દરમ્યાન દરેક ઘટના પર વોચ રાખશે સોફટવેર ‘કોરૂસન’
" decoding="async" loading="lazy" />

<strong>એર ઈન્ડિયાની ઉડાન દરમ્યાન દરેક ઘટના પર વોચ રાખશે સોફટવેર ‘કોરૂસન’</strong><br>

<img alt="વિકાસ સહાય બન્યા ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP: UPSCની બેઠકમાં લેવાયો નિર્ણય" title="વિકાસ સહાય બન્યા ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP: UPSCની બેઠકમાં લેવાયો નિર્ણય" width="300" height="300" src="https://i3.wp.com/themobilesnews.com/wp-content/uploads/2023/01/IMG_20230131_203110.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="વિકાસ સહાય બન્યા ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP: UPSCની બેઠકમાં લેવાયો નિર્ણય" title="વિકાસ સહાય બન્યા ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP: UPSCની બેઠકમાં લેવાયો નિર્ણય" decoding="async" loading="lazy" />

<strong>વિકાસ સહાય બન્યા ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP: UPSCની બેઠકમાં લેવાયો નિર્ણય</strong>

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.