માટીના ડમ્પરની હેરાફેરી માટે ₹2000/- નો હપ્તો
અમદાવાદ: 02’02’2023
સરકાર ભલે પારદર્શીતાની વાતો કરે પણ ભ્રષ્ટાચારનું ભૂત ખૂણેખૂણે છુપાયું છે. એસીબીએ નરોડા હંસપૂરા ચોકડી પાસે વધુ એક ભ્રષ્ટાચારીને રંગે હાથે ઝડપયો છે. અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા જીતેન્દ્રસિંહ ભદોરીયા
દર મહિને હપ્તાખોરી કરે છે તેવી ફરિયાદ અમદાવાદ એસીબીમાં થઈ હતી.
ફરીયાદી પોતાના ૩ ડમ્પર છે, અને માટી હેર-ફેર નો ધંધો કરે છે, નરોડા પોલીસ સ્ટેશન ની હદ માંથી તેઓની ગાડીઓ પસાર થતી હોઇ દર મહીને રૂ.૨૦૦૦/- હપ્તા તરીકે આરોપી ને આપે છે.
પરંતુ હમણાં થી ફરીયાદી ની ગાડીઓ શહેર નાં બહાર નાં ભાગે ફરે છે અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પસાર થતી નથી, તેમ છતાં હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભદોરીયા હપ્તા નીં માંગણી કરતા હતા, અને જો ના આપે તો ગમે ત્યારે ગાડીઓ ડીટેન કરાવી દેવાની ઘમકી આપતા હતા, અને આજરોજ હપતા ની રકમ આપી જવા જણાવેલ હતું.
હેડકોન્સ્ટેબલ ની હપ્તાખોરીથી કંટાળીને ફરિયાદ થતા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું. જેમાં નરોડા પોલીસ સ્ટેશનની હદમાં હંસપૂરા પોલીસ ચોકીની સામે, એસપી રિંગરોડ ઉપર આવેલ બ્રિજની નીચે હેડકોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભદોરીયા રૂપિયા 2000/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા.