મોબાઈલ ફોનમાં અચાનક ઇમરજન્સી કોલ આવે તો આજે ગભરાતા નહીં!

મોબાઈલ ફોનમાં અચાનક ઇમરજન્સી કોલ આવે તો આજે ગભરાતા નહીં!

0 0
Spread the love

Read Time:2 Minute, 42 Second
મોબાઈલ ફોનમાં અચાનક ઇમરજન્સી કોલ આવે તો આજે ગભરાતા નહીં!

તા.૧૬ ઓક્ટોબરે ‘Large Scale Testing of Cell Broadcast’ અંતગર્ત

નાગરિકોના મોબાઇલમાં કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી અંગેના ટેસ્ટિંગ મેસેજ આવશે તેનાથી કોઈએ ગભરાવાની- ચિંતિત થવાની જરૂર નથી

સમગ્ર રાજ્યમાં આજે તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘Large Scale Testing of Cell Broadcast’ થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે.આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે.

            “આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ” છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.

“TESTING MESSAGE sent through Cell Broadcasting System by Department of Telecommunication, Government of India. Please ignore this message as no action is required from your end. This message has been sent to test Pan-India Emergency Alert System being implemented by National Disaster Management Authority. It aims to enhance public safety and provide timely alerts during emergencies. “

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

More From Author

મોરબી બ્રિજ તૂટ્યો તે અકસ્માત નહીં પણ મર્ડર! SIT એ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, હોનારત માટે જયસુખ પટેલની કંપની OREVA જવાબદાર

મોરબી બ્રિજ તૂટ્યો તે અકસ્માત નહીં પણ મર્ડર! SIT એ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, હોનારત માટે જયસુખ પટેલની કંપની OREVA જવાબદાર

મક્કામાં ભારત જોડો યાત્રાનું પોસ્ટર ફરકાવવું મોંઘુ પડયું: મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાને સાઉદી પોલીસે ઝડપી લીધોઃ જેલમાં યાતનાઓ આપી

મક્કામાં ભારત જોડો યાત્રાનું પોસ્ટર ફરકાવવું મોંઘુ પડયું: મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાને સાઉદી પોલીસે ઝડપી લીધોઃ જેલમાં યાતનાઓ આપી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.