રાજસ્થાનની નવ મહિનાની સાક્ષી પેનનું ઢાંકણુ ગળી ગઇ! ફેફસામાં પેનનું ઢાંકણુ ફસાઇ જતાં શ્વાસ લેવામાં પરેશાની ઉભી થવા લાગી

રાજસ્થાનની નવ મહિનાની સાક્ષી પેનનું ઢાંકણુ ગળી ગઇ! ફેફસામાં પેનનું ઢાંકણુ ફસાઇ જતાં શ્વાસ લેવામાં પરેશાની ઉભી થવા લાગી

0 0
Spread the love

Read Time:4 Minute, 18 Second

માતા-પિતા  રાજસ્થાનથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં  બાળકની સારવાર માટે દોડી આવ્યા

માતા-પિતા ચેતી જાવ…. તમારા બાળકનું ધ્યાન રાખો !

નાના બાળકોને ગમે તે વસ્તુ મોંઢામાં નાખવાની ટેવ બાળકના જીવને જોખમમાં મુકી શકે છે !

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત જટિલ સર્જરી કરીને આ ઢાંકણુ બહાર કાઢ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨ વર્ષમાં સિક્કા, ટાંકણી, રમકડાનો બલ્બ ગળી જવાના ૫૧ કિસ્સા સામે આવ્યા જેમાંથી ૫૦% બાળકો ૧ વર્ષથી નાની વયના

બાહ્ય પદાર્થો બાળકોથી દૂર રાખવાની સલાહ આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી

રાજસ્થાનની નવ મહિનાની સાક્ષી પેનનું ઢાંકણુ ગળી ગઇ! ફેફસામાં પેનનું ઢાંકણુ ફસાઇ જતાં શ્વાસ લેવામાં પરેશાની ઉભી થવા લાગી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત મા બાપ માટે ચિંતાજનક અને ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
માત્ર નવ મહિનાની ઉંમરની સાક્ષી બાવરી જે રાજસ્થાનના ભીમપુરની રહેવાસી છે. ૧૫ મી ઓક્ટોબરે સાંજે સાક્ષીની માતાએ એના મોઢામાં પેનના પ્લાસ્ટિકનો ટુકડો જોયો અને એને કાઢવાની કોશિશ કરી પરંતુ નાકામ રહી અને પછી તરત જ સાક્ષીને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયો. આસપાસની હોસ્પિટલો અને રાજસ્થાનમાં ઘણી બધી જગ્યાએ ફર્યા પછી એમને કોઈએ કહ્યું કે તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી જાઓ તો તમારો ઉપચાર  તરત જ થઈ જશે.

અને સવારે લગભગ 8:00 વાગ્યાની આસપાસ સાક્ષીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવી. ત્યારે એની હાલત ખૂબ જ ગંભીર હતી .શ્વાસોશ્વાસ ખૂબ વધારે હતો . ઓક્સિજન સેચ્યુરેશન પણ આપણે એવું કહીશું કે 55 થી 60ની વચ્ચે રહેતું હતું. એક પહેલી વખત એવું થયું છે કે પેશન્ટની સ્ટ્રોંગ હિસ્ટ્રી અને મધરના સ્ટ્રોંગ સ્ટેટમેન્ટના આધારે સાક્ષીને ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરવામાં આવી અને આશ્ચર્યચકિત થઈ જાય એવી વાત એવી છે કે એના જમણા ફેફસાની અંદર પ્લાસ્ટિકનો ટુકડો જે પેનના ઢાંકણાનો એક ભાગ હતો એ ફસાઈ ગયેલો
એને સફળતા પૂર્વક કાઢવામાં આવ્યું અને એક વખત આ ફોરેન બોડી નીકળી ગઈ પછી સાક્ષીની તબિયત એકદમ સુધારા પર આવી ગઇ.

ઈમરજન્સી બ્રોન્કોસ્કોપીમાં ડૉ. રાકેશ જોષી અને ડૉ‌ કલ્પેશ પટેલને ડૉ. ભાવનાબેન અને ડૉ.નમ્રતાબેનનો ખુબ મોટો સહયોગ રહ્યો અને એક ટીમ તરીકે સૌએ સાથે મળી અને એકબીજાના કોર્ડીનેશનમાં આ કોમ્પ્લેક્સ સર્જરી સારી રીતે પાર પાડી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ રાકેશ જોશી જણાવે છે કે,
છેલ્લા બે વર્ષમાં ૫૧ બાળકોએ પીડીએફ સર્જરીમાં શ્વાસોશ્વાસની ક્રિયા અચાનક વધવાથી અને કોઈ ડેફિનેટ ફોરેન બોડી શ્વાસનળીમાં ઉતરી જવાની હિસ્ટ્રી સાથે દાખલ થયેલ છે અને એમાંથી 50% જેટલા બાળકો એક વર્ષથી નાની ઉંમરના છે.

દરેક માબાપે ખાસ ધ્યાન રાખવાની એવી વસ્તુ એ જ છે કે જ્યારે બાળકો પાંચ વર્ષથી નાની ઉંમરના હોય ત્યારે આ પ્રકારની ફોરેન બોડી એના શ્વાસનળીમાં ન જાય અથવા મોઢામાં ન જાય એની ખાસ કાળજી લેવી જોઈએ જેથી કરીને આવી ઈમરજન્સી સિચ્યુએશનમાં હોસ્પિટલમાં દોડવું ન પડે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ગુજરાત ATSને મળી સફળતા: સેનાની માહિતી પાકિસ્તાન પહોંચાડવાના ષડયંત્રનો કર્યો પર્દાફાશ

ગુજરાત ATSને મળી સફળતા: સેનાની માહિતી પાકિસ્તાન પહોંચાડવાના ષડયંત્રનો કર્યો પર્દાફાશ

સરદાર પટેલ જયંતીએ મનમાની કરીને રજા ન આપનારી શાળાઓને ફટકારાઈ નોટિસ

સરદાર પટેલ જયંતીએ મનમાની કરીને રજા ન આપનારી શાળાઓને ફટકારાઈ નોટિસ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.