હું ગુટખાના પૈસા નહિ આપું તમારાથી થાય તે કરી લો કહી યુવકે દુકાનદારને આપી ધમકી

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અને કિરાણા સ્ટોર્સ ધરાવી વેપાર ધંધો કરતા બાદલ કુશવાહે મેઘાણીનગર પોલીસ મથકે રમેશસિંગ ઉર્ફે લલ્લુસિંગ ભદોરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ ઘરે આરામ કરી રહ્યા હતા. જ્યાં તેમની માતા દુકાને હાજર હતી. દરમિયાન દુકાન આગળ અવાજ આવતા બાદલભાઈ જોવા પહોંચ્યા હતા. તે સમયે રમેશસિંગ દુકાને હાજર હતો .ત્યારે માતાને પૂછતાં દુકાનેથી ગુટખા ખરીદેલ અને પૈસા માંગતા આપતા નથી અને બોલાચાલી કરે છે તેમ બાદલભાઈને જાણવા મળ્યું હતું. બાદમાં બાદલભાઈએ ઘરે જવાનું કહેતા રમેશસિંગ ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરવા લાગ્યો હતો.બતે સમય દરમિયાન બાદલભાઈના પિતા ત્યાં આવતા તેમને પણ ગંદીગાળો બોલી ધક્કો મારી દીધો હતો. એટલું જ નહીં દુકાનના કાઉન્ટર પર રહેલ કાચની બરણી અને ડબ્બાઓ તોડી નાખ્યા હતા. ત્યારબાદ હું ગુટખાના પૈસા નહિ આપું તમારાથી થાય તે કરી લો તેવી રમેશસિંગ ધમકી આપી નાસી છૂટ્યો હતો. બીજીબાજુ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.