રાજસ્થાનથી ગુમ થયેલ બાળકને વ્હોટ્સએપ માધ્યમે પરિવાર સાથે મેળાપ કરાવ્યો

18મી જૂને રાજસ્થાનના બાવલવાડાથી ગુમ થયું હતું બાળક
કોઈપણ માતા-પિતાનું બાળક અચાનક ગુમ થઈ જાય ત્યારે માતા-પિતા અને પરિવાર માટે કપરો સમય હોય છે. અનેક શંકાસ્પદ કુવિચારો પણ આવે ત્યારે 18મી જૂને રાજસ્થાનના બાવલવાડા વિસ્તાર માંથી એક 11 વર્ષનું બાળક અચાનક ગુમ થતા પરિવાર અણધારી મુસીબતમાં મુક્યો હતો. પરંતુ કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે.
અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારના ગઈકાલ તારીખ 27/6 ના રોજ શહેર કટડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન એક દસ-અગ્યાર વર્ષનું બાળક રડતી હાલતમાં ફરતું ધ્યાને આવતાં શહેરકોટડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બાળકને પોલીસ સ્ટેશન લાવી જમાડી આશ્વાસન આપી પુછપરછ કરતાં પોતે ઉદયપુરનો રહેવાસી હોવાનું જણાવેલ પરંતુ સચોટ સરનાનું બતાવી શકતો ના હોય ઉદયપુરના હીરણમગરી તથા સવીના પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સંપર્ક કરી બાળકે જણાવેલ સરનામા પર તપાસ કરતાં કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં.
બાદ માં શહેરકોટડા પોલીસે ઉદયપુર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સંપર્ક કરી બાળક બાબતે તપાસ કરવા તથા સોશિયલ મીડીયાના માધ્યમથી વાલી-વારસોનો સંપર્ક કરવા જણાવતાં ત્યાંથી વોટ્સઅપ પર ચાલતા અલગ અલગ સામાજીક તથા રાજકીય ગ્રુપોમાં બાળકના નામ સાથેના ફોટો પોસ્ટ કરતાં બાળક એરા દીકવાસ, તા. ખેરવાડાનો વતની હોવાનું જાણવા મળેલ અને બાળક ગુમ થયા અંગે તા-૧૮/૬ના બાવલવાડા પોલીસ સ્ટેશન, તા- ખેરવાડા ખાતે ફરીયાદ થયેલ હોવાનું જાણવા મળેલ. ત્યારબાદ બાળકના મામા તથા માતાનો સંપર્ક થતાં આજરોજ તેઓ અમદાવાદ ખાતે આવતાં ખરાઈ કરી વિખૂટા પડેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું.