નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણીએ 500 પરિવારોને બેઘર થતા બચાવી લીધા.. જાણો શું છે સમગ્ર હકીકત

0
નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણીએ 500 પરિવારોને બેઘર થતા બચાવી લીધા.. જાણો શું છે સમગ્ર હકીકત
Views: 126
0 0
Spread the love
Read Time:3 Minute, 4 Second

સિંધિ સમાજ તલાવડીના વેપારીઓ દ્વારા માનનીય ધારાસભ્ય ડૉ. પાયલબેન મનોજકુમાર કુકરાની, અમદાવાદ મેયર કિરીટભાઇ પરમાર, અમદાવાદ શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ, કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ અન્ય મહાનુભાવોનો સ્વાગત અને સન્‍માન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ વેપારીઓ દ્વારા એટલા માટે રખાયો હતો કે ટીપી 67 માં 100 જેટલી દુકાનો અને રહેઠાણો કપાતમાં જતા હતા. આ અંગે વેપારીઓ અને સ્થાનિકોની રજૂઆત બાદ ધારાસભ્ય પાયલ કૂકરાણીએ અસરકારક કામગીરી કરીને 500 પરિવારોને બેઘર થતા બચાવી લીધા હતા.

નરોડા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વરસાદી પાણીના નિકાલ માટે વિસ્તારના રાઉન્ડ વખતે નરોડા વિધાનસભામાં આવતા સરદારનગર વોર્ડમાં એરપોર્ટ રોડથી તલાવડી સુધીના રોડ પર ટી.પી. ૬૭ (હાંસોલ – ૧) માં જે ટી.પી. પસાર થવાની છે. તેના અમલથી સંભવિત અસર અંગે સૌ વેપારીઓએ ભેગા મળી આ રોડ પરની ટીપીમાં આવતી ૧૦૦ જેટલી દુકાનો અને રહેઠાંણો કપાતમાં જાય છે તેવી રજુઆત કરી હતી. જે અંગે બીજાજ દિવસે ધારાસભ્યશ્રી દ્વારા સૌ દુકાનદારોને અમારી ઓફિસે બોલાવી બધાજ દુકાનદારો અને સમાજના આગેવાનોને સાંભળવા એક મીટીંગનું આયોજન કર્યું હતું, તેમજ કામને ઝડપથી કરી શકાય તે માટે ૧૧ લોકોની એક કમીટી બનાવી તે કમીટી સાથે સતત સંપર્ક અને ફોલોઅપ કર્યું હતુ.

આ આગેવાનો સાથે ડે. મ્યુ. કમિશ્નર સાથે મીટીંગ કરાવી ટાઉન પ્લાનિંગ વિભાગ અને દરેક ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરી, માહિતી મેળવી કોર્પોરેશન અને સરકારમાં રજુઆત કરી આ ટી.પી.નું અમલ યોગ્ય રીતે થાય અને તેની અસર દુકાનદારોને ઓછામાં ઓછી થાય તે અંગેની સફળ રજુઆત કરવામાં આવી હતી. જેનાથી આ ૧૫૦ દુકાનો કે ઘરો નહી પરંતું, ૫૦૦ પરિવારોના ભવિષ્ય સુરક્ષિત થયુ છે.

સિંધિ સમાજ તલાવડીના વેપારીઓ દ્વારા માનનીય ધારાસભ્ય ડૉ. પાયલબેન મનોજકુમાર કુકરાની, અમદાવાદ મેયર કિરીટભાઇ પરમાર, અમદાવાદ શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ, કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ અન્ય મહાનુભાવોનો સ્વાગત અને સન્‍માન સમારંભ રાખવામાં આવ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »