ફોર્મ અંગે કાલે સવારે થશે સુનાવણી,
કોંગ્રેસે આ વખતે મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના નિલેશ કુંભાણીને સુરતથી લોકસભા ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદમાં આવ્યું છે. કારણ કે નિલેશ કુંભાણીના ઉમેદવારોએ અરજી આપીને કહ્યું છે કે ફોર્મમાં અમારી સહી નથી. ત્યારે હવે નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના વકીલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોવાનો દાવો કર્યો છે.
નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે કે નહીં તે માટે આવતીકાલે ચુકાદો આવશે. કલેક્ટરે આવતીકાલે 11 વાગ્યે ચુકાદો આપશે. જો ચુકાદો નિલેશ કુંભાણીના પક્ષમાં નહીં આવે તો તેનું ફોર્મ રદ થઈ શકે છે. જો આવું થાય તો સુરેશ પડસાલાને તક મળશે. સુરેશ પડસાલાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.
ટેકેદારોને શોધીને ચૂંટણી જીતીશું
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કહ્યું કે, ‘ફોર્મ રદ કરવાની આજે જાહેરાત નહીં થાય. આવતીકાલે સવારે સુનાવણી થશે. ભાજપ દ્વારા ધાક-ધમકી આપીને ટેકેદારોનું અપહરણ કરાયું છે. ટેકેદારો હાલ કોંગ્રેસના સંપર્કમાં નથી. ટેકેદારોને શોધીને ચૂંટણી જીતીશું.’