ખુબ સરસ! ખાનગી શાળાઓએ હવે FRC નો ચાર્ટ બોર્ડ પર મૂકવો પડશે

0
ખુબ સરસ! ખાનગી શાળાઓએ હવે FRC નો ચાર્ટ બોર્ડ પર મૂકવો પડશે
Views: 11
0 0
Spread the love

Read Time:2 Minute, 47 Second

નહિ ચાલે ખાનગી શાળાઓની મનમાની
શાળાની મનમાનીની ફરિયાદ DEO ને કરો

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ડીઇઓ (ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર)એ લાલ આંખ કરી છે. ડીઇઓને ફરિયાદ મળી છે કે અમુક સ્વનિર્ભર શાળાઓ એફઆરસીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ રીતે સ્વનિર્ભર શાળાઓ મનમાની કરી રહી હોવાની વાત પણ ઉઠી છે.

અમદાવાદ શહેરના ડીઇઓએ શહેરની તમામ સ્વનિર્ભર શાળાને પત્ર લખ્યો છે. એફઆરસીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવવા આદેશ આપ્યો છે. આના પગલે અમદાવાદના ડીઇઓએ શહેરની તમામ સ્વનિર્ભર શાળાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં એફઆરસીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવવા આદેશ આપ્યો છે.

તેની સાથે જ ડીઇઓએ એકસાથે આખા વર્ષની સ્કૂલ ફી ઉઘરાવતી સ્કૂલો સામે ફરિયાદ કરવાનું પણ સૂચન કર્યુ છે. એફઆરસીના પગલે જે શાળા ફી ચાર્ટ નોટિસબોર્ડ પર નહીં રાખે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અહીં ડીઇઓને ફરિયાદ મળી છે કે કેટલીક શાળાઓ વિદ્યાર્થીના માબાપને વાર્ષિક ફી ભરવા માટે દબાણ કરે છે જેને લઈને ડીઇઓએ ફરિયાદ કરવા સૂચન કર્યુ છે.

હવે નહીં ચાલે સ્વનિર્ભર શાળાની મનમાની
આ આદેશનું પાલન નહીં કરનારા શાળા વિરુદ્ધ DEO કાર્યવાહી કરશે.  આ સાથે જ અમુક શાળાઓ વાલીઓ પાસેથી આખા વર્ષની ફીની ઉઘરાણી કરતી હોવાની પણ ડીઈઓને ફરિયાદ મળી છે. જેથી ડીઈઓએ આખા વર્ષની ફી એક સાથે ન લેવા આદેશ આપ્યો છે. સાથે જ અમદાવાદ DEOએ આખા વર્ષની ફી ઉઘરાવનારી સ્કૂલની ફરિયાદ કરવા સૂચન કર્યું છે.

શાળા ફી લેવા દબાણ કરે તો DEOને ફરિયાદ કરવા સૂચન

FRCના પગલે જે શાળા ફી ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં રાખે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથો સાથ શાળા 3 મહિનાથી વધુ સમયની ફી સાથે લેશે તો કાર્યવાહી કરવામાં આવશે. આપને જણાવીએ કે, કેટલીક શાળાઓ વાર્ષિક ફી માટે વાલીને દબાણ કરે છે જેને લઈ DEOને ફરિયાદ કરવા સૂચન કર્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed