ફૂડ કેન્ટીન અને ફૂડ કાઉન્ટર ના કામમાં ‘દર્દી સેવાના નામે મેવા લૂંટવાનો ધંધો.” : સુપરિટેન્ડન્ટ ને લેખિત ફરિયાદ કરી કરવામાં આવી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને વિવાદ એક બીજાના પર્યાય બની ગયા હોય તેવો હાલ થયો છે. અગાઉ પણ અનેક ગેરરીતિઓ બહાર આવી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેટા કોન્ટ્રાક્ટ નો વિવાદ ખુલી ને બહાર આવ્યો છે.
સિવિલમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવે છે. આથી દર્દીઓના સગાસંબંધીઓ અને મેડિકલ સ્ટુડન્ટસ ને વ્યાજબી ભાવે શુદ્ધ નાસ્તો અને ભોજન મળી રહે તે માટે સિવિલતંત્ર દ્વારા નાની મોટી કેન્ટીનો અને ફૂડ કાઉન્ટર બનાવી કોન્ટ્રાકટ ઉપર ચલાવવા માટે આપવામાં આવી છે. પરંતુ કેટલાક લોકોએ દર્દીસેવાના કામનો પણ ધંધો બનાવી દેવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, “સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જૂના ટ્રોમા સેન્ટર સામે ફૂડ પોઇન્ટ નામથી ખાણીપીણીની કેન્ટીન ચલાવતા કેન્ટીન સંચાલક જીજ્ઞેશ ગુપ્તાએ કરેલી ફરિયાદ માં આક્ષેપ કર્યો છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે ત્રણ વર્ષથી તેઓ કેન્ટીન ચલાવે છે. નિયમાનુસાર સિવિલ તંત્ર દ્વારા આ કેન્ટોન શ્રીરામ એન્ટરપ્રાઈઝના સુરેશ દિવાકરને આપવામાં આવ્યો છે. જીજ્ઞેશ ગુપ્તાએ સિવિલ સુપ્રીરિટેન્ડટન્ટને કરેલી ફરિયાદ માં આક્ષેપ કર્યો છે કે, ” સુરેશ દિવાકરે આ કેન્ટીન ચલાવવા નો પેટા કોન્ટ્રાકટ તેને આપ્યો હતો. જેનું છેલ્લા એક વર્ષથી માસિક રૂ 2.10 હજાર માસિક ભાડું ચૂકવે છે. પરંતુ હવે તેમની સાથે શ્રીરામ એન્ટરપ્રાઇઝ ના માલિક સુરેશભાઈ દિવાકર દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો લેખિત ફરિયાદ માં આક્ષેપ કર્યો છે.
ફૂડ પોઇન્ટ ખાણીપીણીની કેન્ટીનના સંચાલક જીજ્ઞેશ ગુપ્તાએ આ મામલે પોતાની સાથે થયેલ છેતરપીંડી અને વિશ્વાસઘાત બાબતે પોતાની ફરિયાદ અમદાવાદ સિવિલ હો્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષી, આરોગ્ય વિભાગ તથા પોલીસ કમિશનર પાસે ન્યાય માંગ્યો છે અને જણાવ્યું છે કે, “જુના ટ્રોમાં સેન્ટર સામેની કેન્ટીન પેટા કોન્ટ્રાકટ થી આપી ટેન્ડર ની શરતોનો ભંગ કરી છેતરપીંડી વિશ્વાસઘાત કરવા બદલ શ્રી રામ એન્ટરપ્રાઈઝ ને બ્લેકલિસ્ટ કરવામાં આવે.” એવી ફરિયાદ કરી છે.
જીજ્ઞેશ ગુપ્તાની લેખિત ફરિયાદ મુજબ ” શ્રી રામ એન્ટરપ્રાઈઝ ના સુરેશ દિવાકરે તેને કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં જુના ટ્રોમાં સેન્ટર સામે આવેલી કેન્ટીન શ્રીરામ એન્ટરપ્રાઈઝ ને ટેન્ડર માં મળી છે. જે કેન્ટીન ડિસેમ્બર 2021માં શ્રીરામ એન્ટરપ્રાઈઝ ના સુરેશ દિવાકરે અમને પેટા કોન્ટ્રાકટ થી રૂ 1.65 લાખના માસિક ભાડે પેટા કોન્ટ્રાકટ થી ચલાવવા આપી હતી. જેનું સમયાંતરે ભાડું વધારી હાલ રૂ 2.10 હજાર ભાડું વસુલે છે. જેની ચુકવણી હું હાલ તેને નિયમિત દૈનિક રૂ 7000 લેખે ગૂગલ પે દ્વારા ચૂકવું છું. તદુપરાંત કેન્ટીન નું લાઇટબીલ પણ તેઓ જ ભરે છે.”
તેમણે ફરિયાદ માં વધુ જણાવ્યું છે કે, “અમે સુરેશભાઈને છેલ્લા અઢી વર્ષથી નિયમિત ભાડું ચૂકવીએ છીએ. આમછતાં હવે સુરેશ દિવાકર હજુપણ વધુ ભાડાં ની માંગણી કરી અમારૂં શોષણ કરે છે, અને જો હવે ભાડું નહીં વધારીએ તો અમારો કેન્ટીન નો પેટા કોન્ટ્રાકટ બંધ કરી દેવાની ધમકી આપે છે.
અમને તાજેતરમાં અમને મળેલી જાણકારી મુજબ સરકારી સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન નાં ટેન્ડર ની શરતો મુજબ પેટા કોન્ટ્રાકટ આપી શકાય નહીં. આમ છતાં ડેન્ટલ હોસ્પિટલની સામે ની કેન્ટીન પણ પેટા કોન્ટ્રાકટ ઉપર બે વ્યક્તિ ને આપી હતી જે હાલમાં બંધ છે.”
“આપ સાહેબ ને અમારી વિનંતી છે કે, સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી અમારી સાથે અને સરકાર શ્રી સાથે શ્રી રામ એન્ટરપ્રાઈઝના માલિક સુરેશ દિવાકરએ વિશ્વાસઘાત કરી ટેન્ડર ના નિયમોનો ભંગ કર્યો છે, આ પ્રકારે નિયમોનાં ભંગ કરી પેટા કોન્ટ્રાકટ આપવા બદલ ટેન્ડર ની શરતો મુજબ શ્રીરામ એન્ટરપ્રાઈઝ ને બ્લેકલિસ્ટ કરવી જોઈએ.
જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે જેથી સુરેશ દિવાકર ભવિષ્યમાં કોઈ અન્ય ગરીબ વ્યક્તિ સાથે છેતરપીંડી કરી શકે નહીં. શ્રી રામ એન્ટરપ્રાઈઝ ના સુરેશ દિવાકર એ પેટા કોન્ટ્રાકટ આપ્યા ના પુરાવા રજૂ કરી રહ્યાં છીએ.”
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ રાકેશ જોષી કહે છે કે, ” પેટા કોન્ટ્રાક્ટ ના ચલાવી શકાય. કેન્ટીન મામલે ફરિયાદ મળી છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
ટેન્ડર ની શરતોનો ભંગ કરનાર સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાનો નિયમ છે.
કોઈપણ સરકારી સંસ્થા ટેન્ડર બહાર પાડે તેમાં કેટલીક શરતો નક્કી કરે છે. જેમાં ટેન્ડર નીતિ અનુસાર જે સંસ્થાને ટેન્ડર મળ્યું હોય તે સંસ્થા અન્ય સંસ્થા કે વ્યક્તિ ને પેટા કોન્ટ્રાકટ આપી શકે નહીં, આમછતાં જો પેટા કોન્ટ્રાકટ આપવામાં આવે તો તે ટેન્ડરની શરતોનો ભંગ ગણાય. આ સંજોગોમાં કોન્ટ્રાકટ મેળવનાર મુખ્ય સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાનો નિયમ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં જુના ટ્રોમાં સેન્ટર સામે આવેલી કેન્ટીન અંગે થયેલી ફરિયાદ મુજબ મૂળ કોન્ટ્રાકટર શ્રીરામ એન્ટરપ્રાઇઝ દ્વારા ફરિયાદીને પેટા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જે ટેન્ડર ની શરતો નો ખુલ્લેઆમ ભંગ હોવાનું સિવિલ ના વહીવટી વિભાગના સૂત્રો જણાવે છે.
સમગ્ર મામલે શ્રીરામ એન્ટરપ્રાઇઝ ના સુરેશભાઈ દિવાકર સાથે ધી મોબાઈલ ન્યુઝ તરફથી સવાલ કરવામાં આવ્યો ત્યારે પેટા કોન્ટ્રાક્ટ બાબતે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. અને જણાવ્યું હતું કે મને આ બાબતે કંઈ ખબર નથી.
ત્યારે સવાલ એ થાય કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગેરરીતિથી પેટા કોન્ટ્રાક્ટ માં કેન્ટીન આટલા સમયથી ચાલે છે તેની ગંધ સુદ્ધાં કોઈ અધિકારીને ના આવી ત્યાં નવાઈ લાગી રહી છે.