અનામતની અંદર અનામત પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, કહ્યું ‘SC-ST માટે સબ-કેટેગરી બનાવી શકાય છે’

અનામતની અંદર અનામત પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, કહ્યું ‘SC-ST માટે સબ-કેટેગરી બનાવી શકાય છે’

0 0
Spread the love

Read Time:3 Minute, 38 Second

અનામતની અંદર અનામત અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વ પૂર્ણ નિર્ણ કરતા કહ્યું છે કે, અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સબ કેટેગરી બનાવી શકાય છે. જજની સાત બેંચના સભ્યોમાંથી છ જજો આ મામલે સહમત.

સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય અનુસાર, અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સબ કેટેગરી બનાવી શકાય છે. સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેન્ચે 6/1 ના મત દ્વારા આ નિર્ણય આપ્યો હતો. આ સુનાવણી CJI DY ચંદ્રચુડ કરી રહ્યા હતા. છ જજો તેમની સાથે સહમત હતા જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી તેમની સાથે સહમત ન હતા. આ નિર્ણય આપતી વખતે કોર્ટે 2004 માં આપેલા 5 જજોના નિર્ણયને પલટી નાખ્યો છે.

ચીફ જસ્ટિસની બનેલી બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો સમાવેશ થાય છે.

કોર્ટે 2004 ના નિર્ણયને રદ કર્યો

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયે 2004માં ઇવી ચિન્નૈયા કેસમાં પાંચ જજોના નિર્ણયને ઉલટાવી દીધો હતો, જેમાં બંધારણીય બેંચે કહ્યું હતું કે, બંધારણના અનુચ્છેદ 341 મુજબ કયા સમુદાયોને અનામતનો લાભ મળશે તે ફક્ત રાષ્ટ્રપતિ જ સૂચિત કરી શકે છે , અને રાજ્યોને તેની સાથે છેડછાડ કરવાનો અધિકાર નથી.

હવે સુપ્રીમ કોર્ટ સમીક્ષા કરી રહી હતી કે, શું રાજ્યો અનાતની અંદર અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પેટા-વર્ગીકરણ કરી શકે છે? કોર્ટે હવે પોતાનો ચુકાદો આપી દીધો છે.

આ મામલે કેન્દ્ર સરકારનું શું વલણ હતું?

આ આખો મામલો 1975 થી શરૂ થયો જ્યારે પંજાબ સરકારે અનામત બેઠકોને બે શ્રેણીમાં વિભાજીત કરી અને અનુસૂચિત જાતિઓ માટે અનામત નીતિ આગળ ધપાવી. આ નિર્ણય 30 વર્ષ સુધી અકબંધ રહ્યો પરંતુ 2006 માં મામલો પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યો. અહીં 2004 માં ઇવી ચિન્નૈયા કેસમાં પાંચ જજોના નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેના પર સ્ટે મૂકવામાં આવ્યો હતો.

આ પછી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના 2010ના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં તેમણે પંજાબ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ (સેવાઓમાં અનામત) અધિનિયમ, 2006ની કલમ 4(5)ને રદ કરી હતી, જે પ્રવેશને પ્રતિબંધિત કરે છે. સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે અનામતમાં 50 ટકા બેઠકો પર ‘વાલ્મિકી’ અને ‘મઝબી શીખ’ જાતિઓને પ્રથમ પસંદગી આપવામાં આવી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટમાં કુલ 23 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે નિર્ણય આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

લોકસભામાં વડાપ્રધાન વિરૂદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ, એક સમયે આ જ કારણે જેલ ગયા હતા ઈન્દિરા ગાંધી

લોકસભામાં વડાપ્રધાન વિરૂદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ, એક સમયે આ જ કારણે જેલ ગયા હતા ઈન્દિરા ગાંધી

સરકારી નિયમો નેવે મૂકી  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોણ કોને છેતરી રહ્યું છે..? જાણો સિવિલમાં શું થઈ રહ્યું છે.

સરકારી નિયમો નેવે મૂકી  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોણ કોને છેતરી રહ્યું છે..? જાણો સિવિલમાં શું થઈ રહ્યું છે.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.