રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતી થી ૧૯૦૩ સ્ટાફનર્સની ભરતી કરાશે

રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતી થી ૧૯૦૩ સ્ટાફનર્સની ભરતી કરાશે

0 1
Spread the love

Read Time:2 Minute, 28 Second

તા. ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે

OJAS પ્લેટફોર્મ મારફતે અરજી કરી શકાશે

સમગ્ર ભરતી પ્રક્રિયા ૬ થી ૮ મહિનામાં પૂર્ણ થશે

ગાંધીનગર:
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ૧૯૦૩ સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે.

રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફનર્સની ભરતી કરીને નિમણૂંક કરવામાં આવનાર છે.

આ જગ્યાઓ માટે તા. ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે.
OJAS પ્લેટફોર્મના માધ્યમથી  લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.

ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર ભરતી પ્રક્રિયા ૬ થી ૮ મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ૧૦ વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ- ૩ ની કુલ – ૭૭૮૫ જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના  વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ ૧૨,૧૦૧ જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૭૭૩૨ સ્ટાફ નર્સ વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે.
સ્ટાફનર્સની બઢતી / વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ભારે કરી, અમદાવાદમાં અનોખો કિસ્સો ચેતી જજો! ગઠિયો નકલી નોટો આપી 1.60 કરોડનું સોનું સેરવી ગયો

ભારે કરી, અમદાવાદમાં અનોખો કિસ્સો ચેતી જજો! ગઠિયો નકલી નોટો આપી 1.60 કરોડનું સોનું સેરવી ગયો

મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૪: સ્પર્ધા  દેવનંદન અલ્ટેઝા માટે એક વિશેષ સંભારણું રહ્યું

મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૪: સ્પર્ધા  દેવનંદન અલ્ટેઝા માટે એક વિશેષ સંભારણું રહ્યું

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.