અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મેયર વિજય પદ્મ ગરબા મહોત્સવ- ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ સાત ઝોનમાં આ સ્પર્ધામાં સ્પર્ધામાં વિજેતાને રૂપિયા 51 હજારથી રૂપિયા 11 હજાર સુધીના ઈનામ આપવામાં આવ્યા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ આ રીતે મેયર વિજય પદ્મ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં શહેરમાંથી મોટી સંખ્યામાં સોસાયટીઓ, પોળો વગેરે ભાગ લે તે હેતુથી અને આપણી પરંપરાગત ગરબા પ્રથાનું માન-સન્માન વધે એ હેતુથી આ આયોજન થયું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપતી મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધા 2024 માં અમદાવાદની સોસાયટીઓ તથા સંસ્થાઓ ભાગ લીધો હતો. અમદાવાદના સાત ઝોન વાઈઝ વિજેતાઓને ઇનામોતથા ટ્રોફી આપવામાં આવી.
ઝોન દીઠ વિજ્તાઓને ઈનામ
ઝોન દીઠ પ્રથમ આવનાર સોસાયટી/સંસ્થા વચ્ચે તા. ૧૨-૧૦-૨૦૨૪નાં રોજ ભદ્ર પ્લાઝા ખાતે મેયર વિજ્યપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૪ અયોજીત કરી તે પૈકી પ્રથમ આવનાર સોસાયટી/સંસ્થાને વઘાણના ઈનામ તરીકે રૂ 51,૦૦૦ તથા ટ્રોફી આપવામાં આવ્યું. બીજા અલગ અલગ ત્રણ ત્રણ ઈનામ રાખવામાં આવ્યા હતા. પ્રથમ ઈનામમાં રૂ. 31,000 દ્વિતિય ઈનામમાં રૂ. 21,000 અને તૃતિય ઈનામમાં રૂ.11,000 રાખવામાં આવ્યા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દ્વારા કરવામાં આવેલ મેયર વિજય પદ્મ ગરબા મહોત્સવ- ૨૦૨૪માં ચાંદખેડા વિસ્તારના ન્યુ સીજી રોડ ખાતે આવેલ
દેવનંદન અલ્ટેઝા ના રહેવાસીઓ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો. જેમાં દેવનંદન અલ્ટેઝા બીજા નંબર પર વિજેતા જાહેર કરવામાં આવ્યું.
દેવનંદન અલ્ટેઝા ના ચેરપર્સન શ્રીમતી સંગીતા નરોતમભાઈ નાયી એ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા ગરબા કોમ્પિટિશન નું ખુબ જ સુંદર આયોજન કરેલ હતું. અમારી સોસાયટી ની બહેનો એ ખુબ જ ઉત્સાહ પૂર્વક ખુબ મહેનત કરી અમદાવાદ પશ્ચિમ ઝોન વિભાગ માં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. સમગ્ર સોસાયટી માં આનંદ ની લાગણી છવાઈ ગઈ છે. દેવનંદન અલ્ટેઝા પરિવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ખુબ ખુબ આભારી છે કે અમને ગરબા કોમ્પિટિશન માં ભાગ લેવાની ની તક આપી.