અમદાવાદ: દિવાળી હોય કે ક્રિસમસ ગુજરાતીઓ પ્રવાસના ખાસ શોખીન હોય છે. ત્યારે ગુજરાતી પ્રવાસીઓને આકર્ષવા માટે વિયેતજેટ દ્વારા વિશેષ સગવડ કરવામાં આવી છે. વિદેશ પ્રવાસમાં ગુજરાતી યુવાનોની ખાસ પસંદ થાયલેન્ડ બાદ હવે વિયેતનામ પણ ગુજરાતી પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આગામી 23મીએ બુધવારે વિયતનામ સેન્ટ્રલ સીટી તરીકે ઓળખાતા વિયતજેટ એર દા- નાંગની ફ્લાઈટ શરૂ કરશે. આ જોકે બીચ પર દેવાના શોખીન ટૂરિસ્ટોને ધ્યાનમાં રાખી દા- નાંગના સેક્ટરનો લાભ મળશે. આ ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ એટલે કે ગુરૂવાર અને રવિવારે સંચાલન કરાશે . સૂત્રો મુજબ મહત્ત્વનું એ છે , દા- નાંગની ફ્લાઈટ અમદાવાદથી જાપાન, થાઈલેન્ડ, સાઉથ કોરિયા ફરવા જનાર ફરવા અને ધંધા માટે જનાર પેસેન્જરોને કનેક્ટ કરશે. હાલ વિયેટજેટ હનોઈ, હો ચી મીંહ ની ડાયરેકટ ફ્લાઈટ ઓપરેટ કરી રહી છે. એરલાઇન ના સૂત્રો જણાવે છે કે, હાલ હનોઈ, હોં ચી મીંહ ફ્લાઈટ ના બુકીંગ સારા મળી રહ્યા છે. તો વિન્ટર સીઝનમાં દા નાગ ડાયરેકટ ફ્લાઇટને પણ સારા બુકીંગ મળવાની સંભાવના વ્યક્ત કરી છે.
અમદાવાદ થી દા- નાંગના ટુરિસ્ટોનો ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે આગામી બુધવારે પ્રથમ ફ્લાઈટ રાત્રે 12:30 વાગે ટેકઓફ થશે અને દા-નાંગ લોકલ ટાઇમ મુજબ સવારે 6.10 વાગે પહોંચશે. રિટર્નમાં આ ફ્લાઈટ સાંજે 7:10 કલાકે અમદાવાદ એરપોર્ટ 11:25 કલાકે પહોંચશે. ટૂરિસ્ટોને આકર્ષવા એરલાઇન્સે શરૂઆતમાં રું. 5,000 વન-વે ટિકિટની ઓફર કરી છે.