હા, મેં મારી દીકરીના પ્રેમીને મારીને કેનાલમાં ફેંકી દીધો! તરુણ પ્રેમનો કરુણ અંત, જુઓ અપહરણની ઘટનાનો સીસીટીવી ચિતાર

0
હા, મેં મારી દીકરીના પ્રેમીને મારીને  કેનાલમાં ફેંકી દીધો! તરુણ પ્રેમનો કરુણ અંત, જુઓ અપહરણની ઘટનાનો સીસીટીવી ચિતાર
Views: 87
0 0
Spread the love

Read Time:3 Minute, 52 Second

https://youtu.be/4KR7SyBEUDw

રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
              અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં સગીરા સાથેનો પ્રેમસબંધની જાણ સગીરાના માતાપિતાને થઈ જતા સગીરાના પ્રેમીનો અપહરણ કરી તેને માર્યો હતો અને ત્યારબાદ તેને ફાગવેલ કેનાલમાં ફેકી દીધો હોવાની કબુલાત સગીરાના માતાપિતાએ કૃષ્ણનગર પોલીસ સમક્ષ કરી હતી. જે સંદર્ભમાં કૃષ્ણનગર પોલીસે સગીરાના માતાપિતા, કાકા અને પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે.

          ઘટના વિશે મળી રહી માહિતી મુજબ ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા મેદરા ગામની એક સગીરા અને મેદરા ગામમાંજ રહેતા એક 21 વર્ષિય યુવક વચ્ચે પ્રેમસંબંધ હતો. અને ગતરોજ સગીરા અને તેનો પ્રેમી અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં બાઈક ઉપર જતા હતા તે દરમ્યાન મારુતિ ઇકો કારમાં સગીરાના પિતા તેમનો પીછો કરતા આવી પહોંચ્યા હતા. બાઈક ઉપર બેસીને જઈ રહેલા યુવકને આંતરી બળજબરી પૂર્વક મારુતિ ઇકો કારમાં બેસાડી તેનું અપહરણ કરી લઈ ગયા હતા.સમગ્ર અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી.

      સગીરા સાથે પ્રેમસંબંધ યુવકને ભારે પડ્યો છે. કારણકે આ સમગ્ર ઘટનામાં કૃષ્ણનગર પોલીસે અપહરણની ઘટના નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં કૃષ્ણનગર પોલીસ દ્વારા સીસીટીવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સગીરા સાથે પ્રેમ સબંધ રાખનાર યુવકનું અપહરણ કરતા સગીરાના માતાપિતા અને તેમના પરિવારજનો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે સમગ્ર મામલે સગીરાના માતાપિતા અને કાકા તેમજ તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરી હતી.

        કૃષ્ણનગર પોલીસ દ્વારા અપહરણકારો ની કડક પૂછપરછમાં સગીરાના પિતા દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં સગીરાના પિતાએ એવી કબુલાત કરી હતી કે અપહરણ કરાયેલા યુવકને મારીને ફાગવેલ કેનાલમાં ફેકી દીધો છે. સગીરાના પિતાની વાત સાંભળી કૃષ્ણનગર પોલીસે યુવકની કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ 24 કલાકથી વધુનો  સમય થઈ ગયો હોવા છતાં અપહરણ થયેલા યુવકની કોઈ ભાળ પોલીસને હાથ લાગી નથી. જો સગીરાના પિતા એવી કબુલાત કરે છે કે તેમણે યુવકને મારી ફાગવેલ કેનાલમાં ફેકી દીધો છે, તો પછી કૃષ્ણનગર પોલીસને કેમ યુવક મળી નથી આવ્યો? સુ અપહરણ થયેલા યુવકની હત્યાં કરી દેવાઈ છે? જો કેનાલમાં મારી ફેકી દેવાયો છે તો યુવકની લાશ કેમ નથી મળી આવી? આ ઘટનામાં હાલ કૃષ્ણનગર પોલીસ ગુમ યુવકની શોધખોળ કરી રહી છે. પરંતુ ઘટના બન્યાને આજે બીજો દિવસ હોવા છતાં સસ્પેન્સ યથાવત છે. શુ ખરેખર સગીરાના પિતા અને તેમના પરિવારજનો એ યુવકને મારી કેનાલમાં ફેકી દીધો છે? કે પછી દ્રશ્યમ ફિલ્મની જેમ આરોપીઓ પોલીસને ગેરમાર્ગે તો નથી દોરી રહી ને? આ ઘટના ઉપર થી ત્યારેજ પરદો ઊંચકાશે જયારે ગુમ થયેલ યુવકની કોઈ ભાળ મળશે.

Views 🔥 હા, મેં મારી દીકરીના પ્રેમીને મારીને  કેનાલમાં ફેંકી દીધો! તરુણ પ્રેમનો કરુણ અંત, જુઓ અપહરણની ઘટનાનો સીસીટીવી ચિતાર
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed