ટ્રાફિક નિયમ ભંગમાં વન – નેશન – સિકસ વે ચલણ ઈશ્યુ કરાશે

ટ્રાફિક નિયમ ભંગમાં વન – નેશન – સિકસ વે ચલણ ઈશ્યુ કરાશે

0 0
Spread the love

Read Time:5 Minute, 56 Second

► હેલ્મેટ – ઓવરસ્પીડ – દ્વીચક્રી વાહનોમાં બે થી વધુ પ્રવાસી; સીટબેલ્ટ નિયમભંગ તથા સિગ્નલ જંપમાં હવે આકરી કાર્યવાહી

► ચલણ વસુલવાની કામગીરી પણ સુધારાશે: અત્યાર સુધીમાં 6000થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરાયા

દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત મુદે હાઈકોર્ટે અનેક વખત ગુજરાત સરકારને આકરી ભાષામાં ચેતવણી આપ્યા બાદ હવે સર્વ પ્રથમ એક બાદ એક સરકારી વિભાગોના કર્મચારીઓ માટે ઓફિસમાં આવતા જતા સમયે ફરજીયાત હેલ્મેટનો અમલ આજથી શરૂ કરાયા સાથે હવે હેલ્મેટના કાનૂનના ભંગ માટે એક-બે નહી પુરી છ રીતે ઈ-ચાલાન ઈસ્યુ કરવા માટે તૈયારી શરૂ કરી છે.

એટલું જ નહી આ ઈ-ચાલાન ઈસ્યુ થયા બાદ તેમાં 90% ભરાતા નથી તેથી ચાલાન કલેકશનની પ્રક્રિયા પણ હવે તેજ કરાશે. ગઈકાલે જ અમદાવાદ પોલીસે નવા એક ખાસ મોબાઈલ એપ્લીકેશન વાયોલેશન ઓન કેમેરા લોન્ચ કર્યુ છે. આ મોબાઈલ એપ્લીકેશનથી હવે ફકત હેડ કોન્સ્ટેબલ જ નહી કોન્સ્ટેબલ ને પણ ઓન-ધ-સ્પોર્ટ- ઈ-ચાલાન ઈસ્યુ કરવાની સતા અપાઈ છે અને તે દંડ પણ ઉઘરાવી શકશે.

આ મોબાઈલ એપ મારફત કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારી હેલ્મેટ કાનૂનનો ભંગ કરનાર વ્યક્તિનો વિડીયો લઈને તે કંટ્રોલ રૂમને મોકલી આપશે. ત્યાંથી તુર્તજ ઈ-ચાલાન જનરેટ કરવામાં આવશે અને તે નંબર પ્લેટના આધારે ભંગ કરનારને મોકલી અપાશે એટલું જ નહી તેનો રેકોર્ડ બનશે. એક વ્યક્તિ વારંવાર આ રીતે હેલ્મેટ કે ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે.

આ માટે વન-નેશન-વન ચાલાન યોજનાનો અમલ શરૂ કરાયો છે અને અમદાવાદ પોલીસે તો ત્રણ કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 6000થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને ભલામણ કરી છે.

ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશ મુજબ આ કરવામાં આવી રહ્યું છે. આ કાર સહિત ફોરવ્હીલર જે હળવા વાહનોની શ્રેણીમાં જે વાહનો આવે છે તેમાં સીટબેલ્ટના નિયમનો ભંગ કરનારને પણ આ રીતે ઈ-ચલણ મોકલી શકશે.

ટ્રાફિક નિયમોના ભંગમાં ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત એ સૌથી મોટુ દૂષણ બની ગયુ છે તો એક જ બાઈક-સ્કુટર પર બે થી વધુના પ્રવાસ ઓવરસ્પીડ કે ખતરનાક રીતે ડ્રાઈવીંગ ઓટો રિક્ષામાં ડ્રાઈવર સીટની બાજુમાં કે પાછળના ભાગે પ્રવાસ આ તમામમાં હવે આ રીતે ચાલાન ઈસ્યુ થશે.

રાજયમાં સીસીટીવી વિ. મારફત ટ્રાફિક ભંગમાં ઈ-ચાલાન ઈસ્યુ કરવામાં અમદાવાદ નંબર વન છે. રોજના 5000 થી 6000 નવા ચાલાન ઈસ્યુ થાય છે પણ હવે નવી પદ્ધતિથી રોજના 15000થી 18000 ચાલાન ઈસ્યુ થશે તેવું પોલીસ માને છે.

જો કે એક વ્યક્તિના ટ્રાફિક ભંગમાં રોજ એકથી વધુ ચાલાન ઈસ્યુ થાય નહી તે પણ જોવાશે જેથી પોલીસ કામગીરી વધે નહી. જો કે ચાલાન પેમેન્ટનો રેકોર્ડ અત્યંત ખરાબ છે. પોલીસ જેટલા ઈ-ચાલાન ઈસ્યુ કરે છે તેમાં ફકત 9% જ ભરાય છે જયારે દેશની સરેરાશ પણ નીચી છે. અમદાવાદમાં વન-નેશન-સીકસવે- ઈ-ચાલાન ઈસ્યુ કરાયા બાદ રીકવરી 25% એ પહોંચી હોવાનો દાવો છે.

ટ્રાફીક પોલીસના સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ કરી તેમાં તેના જ યુઝર્સ નેમ પાસવર્ડ કામ કરશે અને તે ફોનથી ટ્રાફિક નિયમોના ભંગ કરીને તેનો ઓનલાઈન રેકોર્ડ કંટ્રોલને મોકલી આપશે અને એપ. જે તે વાહનના ડેટા ઓટોમેટીક શોધીને તેના પરથી ઈ-ચાલાન ઈસ્યુ કરશે અને તેના માલીકને તે મેસેજ એક પેમેન્ટ લીંક સાથે મળી જશે.

આજથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવુ ફરજીયાત બનાવાયું
ખાસ ડ્રાઈવ કરવા પોલીસ તંત્રને પણ આદેશ
રાજકોટ: ગુજરાત સરકારે હવે આજથી તમામ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાતનો નિયમ અમલી બનાવ્યો છે. હેલ્મેટ મુદે હાઈકોર્ટે અમલમાં આકરા પગલા લેવા રાજય સરકારને આદેશ આપ્યા હતા તે પછી પહેલા પોલીસ કર્મચારીઓ અને હવે રાજયમાં તમામ સરકારી વિભાગોની કચેરીઓ બોર્ડ નિગમમાં પણ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા છે અને તેનો અમલ કરવા પણ ખાસ આદેશ અપાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકોને હેલ્મેટની ‘ટેવ’ પડે તે જોવામાં આવશે અને દિવાળીના તહેવારો બાદ દ્વીચક્રી વાહનના દરેક ચાલક અને તેની પાછળ બેસી પ્રવાસ કરનાર માટે હેલ્મેટ ફરજીયાત કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

ગુજરાતીઓ માટે વિયેટજેટની વિશેષ શરૂઆત! હવે અમદાવાદથી સીધી દા – નાંગની સીધી ફલાઇટ મળશે

ગુજરાતીઓ માટે વિયેટજેટની વિશેષ શરૂઆત! હવે અમદાવાદથી સીધી દા – નાંગની સીધી ફલાઇટ મળશે

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.