રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
અમદાવાદ 2003મા ગુજરાતનાં ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા મોર્નિંગવોક માટે પોતાના ઘરે થી નીકળ્યા હતા તે દરમ્યાન બે હત્યારાઓએ પાંચ ગોળીઓ મારીને તેમની નિર્મમ હત્યાં કરી નાખી હતી. તે કેસમાં સેન્ટ્રલ બ્યુરો of ઇન્વેસ્ટિગેશન (CBI) ને તપાસ સોંપાઈ હતી. હરેન પંડ્યા હત્યાં કેસમાં સીબીઆઈની તપાસમા આરોપી તરીકે ક્લીમ અહેમદ મોહમ્મદ હબીબ કરીમી પણ આરોપી તરીકે સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આરોપી ક્લીમ અહેમદ કરીમી ને ઝડપી પાડી જેલ હવાલે કરાયો હતો. આરોપી ક્લીમ સામે સીબીઆઈએ ઇપીકો કલમ 302,120(બી) પોટા એક્ટ કલમ 3(1),3(3) મુજબના ગુના દાખલ કર્યા હતા. જેથી ગુનાના કામે આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો.
આ દરમ્યાન આરોપી ક્લીમ અહેમદ કરીમીને તારીખ 8/4/20 ના રોજ 70 દિવસના પેરોલ રજા ઉપર મુક્ત કરાયો હતો. આરોપીનો મુદ્દત સમય 18/6/2020 ના રોજ પૂર્ણ થતા જેલમાં હાજર થવાનું હોવા છતાં તે હાજર થયો ન હતો અને પેરોલ જંપ કર્યો હતો.જેથી હરેન પંડ્યાના મર્ડર કેસના આરોપીને ઝડપી પાડવા વિવિધ એજન્સીઓ ને કામ સોંપવામાં આવ્યું હતું.
ભૂતપૂર્વ ગૃહમંત્રીની હત્યામાં સજા ભોગવી રહેલા આરોપી ક્લીમ અહેમદને ઝડપી પાડવા ગુજરાત ATS પણ ગુપ્ત રાહે તપાસ કરી રહી હતી. તે દરમ્યાન ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ કે જેમને હાલમાંજ કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ પ્રકારના કોશલ્ય અને પ્રશંસનિય સેવા બદલ મેડલ આપી સન્માનિત કરાયા હતા, તેમજ તેમની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર જી. એસ. દીક્ષિત, પોલીસ ઇન્સ્પેક્ટર કે. એસ. પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એમ ભુવા સહિતના અધિકારીઓને બાતમી મળી હતી કે, હત્યાં કેસનો આરોપી ક્લીમ અહેમદ કરીમી પેરોલ જંપ કરી છેલ્લા આઠ મહિનાથી નાસતો ફરે છે. જે આજે અમદાવાદનાં જુહાપુરા ખાતે આવવાનો છે. જેથી ATS ના ઉપર જણાવેલ તમામ અધિકારીઓએ બાતમી મળેલ જગ્યાએ વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પ્રશંસનિય કામગીરી કરી હતી. હાલ આરોપી ક્લીમ અહેમદનો કોરોના ટેસ્ટ કર્યા બાદ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
Views 🔥