દીકરીના ભાઈના માથા પરથી સાફો ઉતરાવી નાખ્યો શખ્સ
વરઘોડામાં આવેલા અન્ય શખ્સને લાફા માર્યા
મોડાસા, તા.૧૭
મોડાસાના નાંદિસણ ગામમાં દલિત યુવતિના લગ્ન હોવાથી તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યાં એક પિતાપુત્રએ આવી આ યુવતીને ઘોડા પરથી ઉતારીને ઘરે ચાલતી મોકલી હતી.આ ઉપરાંત આ યુવતીના ભાઈના માથા ઉપરથી સાફો ઉતારી અને અન્ય સબ્સને લાફા મારી ભેદભાવ ભર્યું વર્તન કર્યુ હતું. આથી પોલિસે આ મુદ્દે ગુન્હો નોંધી પિતા પુત્રને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતાં ત્યારબાદ પોલિસ બંદોબસ્ત વચ્ચે ફરી આ યુવતીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસા તાલુકાના નાંદિસણ ગામમાં એક દલિત દીકરીના લગ્ન નિમિત્તે એ દિકરીનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડો નાંદિસણ ગામના ઓટલાવાળા ચોકમાં પહોચ્યો ત્યારે ધરેમેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ અને જયેન્દ્રસિંહ પરમસિંહ ચૌહાણે આ વરઘોડામાં આવી દીકરીને ઘોડા ઉપરથી નીચે ઉતારી દીધી અને કહ્યું કે ” તારા માથા ઉપર આ સાફો સારો નથી લાગતો ” દિકરીના ભાઈને એમ કહીને અપમાનિત કર્યો હતો. આ ઉપરાંત વરઘોડામાં હાજર એક વ્યક્તિને લાફા માર્યા હતા.જેને લઈને આ યુવતીના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે મોડાસા પોલીસે વરઘોડામાં હુમલો કરનાર બન્ને પિતા પુત્રને જેલ હવાલે કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી આ બેન્ડબાજા સાથે આ દીકરીનો વરઘોડો કાઢ્યો હતો.