મધુ શ્રીવાસ્તવ ચૂંટણી પ્રચારના પડધમ શાંત થયા બાદ લાગતી આચારસંહિતાને તેઓ માનતા ન હોવાનો વીડિયો સામે આવ્યો છે
https://youtu.be/mXtO_KYZFOw
ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવ પોતાના બેફામ નિવેદનોના કારણે વારંવાર વિવાદમાં આવે છે. ત્યારે આજે વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ પહેલા તેમણે પોલીસ અને અન્ય સરકારી અધિકારીઓનું અપમાન કરતા શબ્દો વાપર્યા હતા. તો હવે ચૂંટણી પ્રચારના પડધમ શાંત થયા બાદ લાગતી આચારસંહિતાને તેઓ માનતા ન હોવાનો વીડિયો સામે આવ્યો છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, તેઓ આચારસંહિતામાં માનતા નથી અને રોજ પ્રચાર કરશે. વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે.
આ પહેલા સભામાં તેમને એક કાર્યકરે ખરીખોટી સંભળાવી દીધી હતી. ચાલુ સભામાં એક કાર્યકરે મધુશ્રીવાસ્તવનું અપમાન કર્યું હતું અને અંતમાં મધુ શ્રીવાસ્તવ રોષે ભરાતા તેમણે કાર્યકરને બહાર કરો તેવું નિવેદન આપતા કાર્યકર વધુ ગુસ્સે ભરાયો હતો. ચાલુ સભ્યોને ટિકિટ ન આપવા મામલે કાર્યકરે મધુ શ્રીવાસ્તવ સામે ગાળાગાળી કરી હતી.
Views 🔥