રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 460 કેસ નોંધાયા
અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના દર્દીઓના નવા 460 કેસ નોંધાયા છે. જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4408 થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.57 ટકા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં એકમાં એકા એક વધારો થયો છે. ફરી નવી પાંચ સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા મુકાઇ છે. છેલ્લા પાંચ દિવસમાં 21 સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા મુકાઇ છે. ફરી એકવાર કોરોના કેસ વધવાની ભિતી છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109, રાજકોટમાં 67, ભાવનગરમાં 13, ગાંધીનગરમાં 10, કચ્છમાં 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં 6-6 સહિત કુલ 460 કેસ નોંધાયા છે. આજે ડાંગ, અને પાટણ એમ કુલ 2 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
વધતા જતા દર્દીઓની સંખ્યાના કારણે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને રાજ્યની ચાર મહાનગર પાલિકાઓ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કરફ્યુ 15 દિવસ માટે વધારવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયોની વિગતો આપતા રાજયના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સેક્રમણ ને રોકવા માટે રાજયમાં સર્વેલંસ અને ધનવંતરી રથ ની કામગીરી સધન બનાવવમાં આવશે. આ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વધી રહેલ સંક્રમણ માટે મુખ્ય મંત્રી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી. કોરોના સંક્રમણ અટકાવવા ધનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનીગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ કોવિડ વેક્સીનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સીનેશન ઝડપથી પુર્ણ થાય તે અંગે સુચનાઓ આપવામા આવી છે.
ડો. જયંતી રવિ એ ઉમેર્યુ કે,મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી અને ચાર મહાનગર પાલીકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રી કર્ફ્યુ ૧૫ દિવસ લંબાવવા અંગે નો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ આ બેઠકમાં કોવિડ-૧૯ રસીકરણ, ફેઝ-૨ માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
Views 🔥