બસ કરો પુનરાવર્તન__ગુજરાત માંગે પરિવર્તન! NSUI ના કાર્યકર્તાએ બંડ પોકાર્યો!

બસ કરો પુનરાવર્તન__ગુજરાત માંગે પરિવર્તન!  NSUI ના કાર્યકર્તાએ બંડ પોકાર્યો!
Views: 45
0 0
Spread the love
Read Time:4 Minute, 25 Second

બસ કરો પુનરાવર્તન__ગુજરાત માંગે પરિવર્તન!  NSUI ના કાર્યકર્તાએ બંડ પોકાર્યો!

ગુજરાત રાજ્યમાં કરારી હાર બાદ કોંગ્રેસનો કકળાટ ફરી બહાર આવ્યો. ગુજરાતમાં કોંગ્રેસની હારની નૈતિક જવાબદારી સ્વીકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજીનામુ મૂકી દીધું અને કોંગ્રેસ હાઈકમાંડે સ્વીકારી પણ લીધું. પરંતુ હવે નવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કોણ તે સવાલો ઉભા થઇ રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષના રકાસ બાદ કોંગ્રેસ પક્ષમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI માં નવા પ્રદેશ અધ્યક્ષ માટે ઇન્દ્રવીજયસિંહ ગોહિલની માંગ ઉઠી છે.

NSUI ના કાર્યકર્તા દ્વારા ટ્વીટર મારફતે એક ટ્રેન્ડ ઉભો કરવામાં આવ્યો છે વાંચો શુ કહી રહ્યા છે.

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને સક્ષમ,શિક્ષિત અને કર્મઠ  નેતૃત્વની જરૂર છે, ત્યારે જેણે ગુજરાત NSUI અને Youth Congressને ગુજરાતમાં હરણફાળ ભરવા માટે હંમેશા ઉષ્મા પુરી પાડી એવા ડૉ.ઇન્દ્રવિજયસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે નિમણુંક કરવા માટે આજે ગુજરાતના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, અને કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ એક બની બુલંદ અવાજ હાઈકમાડ સુધી પહોંચાડી રહ્યા છે જે આજે ગુજરાતના પરિવર્તન માટે ખુબજ જરૂરી છે.

ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી કોંગ્રેસ પક્ષ માટે હંમેશા સમર્પિત એવા કર્મઠ કોંગ્રેસ કાર્યકરોનો વિશાળ સમુદાય તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. માત્ર એટલુંજ નહી, તમામ કાર્યકરોને  યોગ્ય માર્ગદર્શન આપી ગુજરાત NSUI અને Youth Congressને એકજુટ કરી જેમ આઝાદ હિન્દ ભારતની ફોઝ ગોરા અંગ્રેજો સામે લડી હતી, તેમ ભાજપના મહાભ્રષ્ટ કાળા અંગ્રેજો સામે લોકશાહી ઢબે લડવા કટિબંદ્ધ બનાવી

ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં ગૂજરાતમા દરેક કાર્યકરોને સન્માનની નજરથી જોવાની આગવી ઓળખ ઊભી થઇ.
આ સાથેજ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં ભાજપના દોરી સંચાર હેઠળ કામ કરતા અધિકારીઓ સામે સતત લડવા હજારોની સંખ્યામાં કાર્યકરોને સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું.

ગુજરાતના વિદ્યાર્થીઓ, બેરોજગાર યુવાનો, જગતના તાત ખેડૂતો અને નાના વેપારીઓ તેમજ શ્રમિકોને થતા અન્યાય સામે ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સતત અવિરત લડત આપતા આવ્યા છે. ત્યારે ગુજરાત માટે આજે સુવર્ણ સમય આવી ગયો છે, કારણકે યુવાનોથી માંડીને વડીલો સૌ કર્મઠ,કર્તવ્યનિષ્ઠ અને ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપના શાશનને જડમૂળથી ઉખાડી 2022માં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવી ગુજરાતની જનતા માટે પરિવર્તન લાવે તેવા કટિબદ્ધ પ્રદેશ પ્રમુખની માંગ ધરાવે છે અને આ કાર્ય ફક્ત ડૉ.ઇન્દ્રવિજયસિંહ ગોહિલના મજબૂત મનોબળ, પ્રભાવી નેતૃત્વ, અન્યાય સામે લડત, બ્રિલિયન્ટ બુથ મેનેજમેન્ટ અને માઈક્રો પ્લાનિંગથી જ શક્ય બનશે.
ત્યારે પાર્ટીએ સૌની લાગણીને માન આપી નવા પ્રદેશ પ્રમુખની ઘોષણા વહેલામાં વહેલી તકે કરવી જોઈએ…

માનનીય ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદની એક તક આપવામાં આવે એવી માંગ

Views 🔥 web counter

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »