જામનગરની વ્હારે આવ્યું વડતાલ! શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સેવાનો ધોધ શરૂ કરવામાં આવ્યો

Share with:


Views 🔥 web counter

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી 1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞા થી પરમ પૂજ્ય ભાવિ આચાર્ય મહારાજ શ્રી 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા જામનગર, જુનાગઢ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના વિવિધ ગામો અને તાલુકાઓ માં શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ના યુવાનો અને હરિભકતો દ્વારા સર્વે સહિત તાત્કાલિક રાહત કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ફૂડપેકેટ સહિત ની સેવા ચાલુ કરી દેવા માં આવી છે.

અગાઉ કોરોના જેવા કપરા કાળ દમિયાન અને તાઉતે વાવાઝોડા જેવા કુદરતી પ્રોકોપ દરમિયાન પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રી વડતાલ દ્વારા SVG ચેરીટી ના માધ્યમ થી અસરગ્રસ્તો ને સહાયરૂપ થવાનો આ ધાર્મિક સંસ્થા દ્વારા પૂરો પ્રયાસ કરેલો છે અને જ્યારે જ્યારે આવી હોનારતો સર્જાય છે ત્યારે ત્યારે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી સંસ્થાન સેવા માટે સદાય તત્પર રહી સરકાર શ્રી અને તંત્ર ને સહયોગ પૂરો પાડે છે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed