એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના સાત શહેરોમાં યોજાશે પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરિક કસોટી
રીતેશ પરમાર
એપ્રિલના બીજા સપ્તાહમાં યોજાશે પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરિક કસોટી
રાજ્યના સાત શહેરોમાં યોજાશે પરીક્ષા
સાત શહેરોના એસઆરપી કેમ્પના ગ્રાઉન્ડમાં યોજાશે પરીક્ષા
અમદાવાદ,રાજકોટ,ગાંધીનગર અને ગોધરામાં યોજાશે પરીક્ષા
રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેકટરની ભરતીની જાહેરાત મામલે શરુ થયેલા વિવાદ વચ્ચે ભરતી બોર્ડે આગામી મહિનામાં પરીક્ષા લેવાની તૈયારીઓ શરુ કરી દીઘી છે. એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી લેવાની તૈયારીઓ અંતર્ગત રાજ્યના સાત એસઆરપી ગ્રુપ કચેરીને પત્ર લખવામાં આવ્યો છે અને ભરતી સબંધિત તૈયારીઓ પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં પોલીસ અને સબ ઇન્સ્પેક્ટરની ભરતી અંગે ચાલી રહેલ વિવાદ વચ્ચે પોલીસ વિભાગે પરીક્ષા લેવાની તૈયારીઓ શરુ કરી છે.પોલીસ વિભાગના હથિયારી એકમોની કચેરી દ્વારા પરીક્ષા સંદર્ભે રાજ્યના વિવિધ એસઆરપીગ્રુપના વડાઓને પત્ર લખ્યો છે. જેમાં સબ ઇન્સ્પેક્ટરની ભરતી અંતર્ગત શારીરિક કસોટી લેવા હેતુ ગ્રુપના ગ્રાઉન્ડ આપવા અને અન્ય સુવિધા પૂરી પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
અધિક પોલીસ મહાનિર્દેશક રાજુ ભાર્ગવ દ્વારા અમદાવાદ,ગોધરા,રાજકોટ,વાવ,નડિયાદ,ગોંડલ અને ગાંધીનગરના એસઆરપી ગ્રુપના સેનાપતિને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે .જેમાં એપ્રિલના બીજા સપ્તાહ દરમિયાન લેવામાં આવનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી અંતર્ગત શારીરિક કસોટી માટે ગ્રુપના ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરાવવા અને અન્ય જરૂરિયાત પૂરી પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ એએસઆઈ અને પીએસઆઇની ભરતીની જાહેરાતમાં ખાલી પડેલી જગ્યામાં બંધારણ અનુસાર અનામત વર્ગ અંતે જગ્યા ફાળવવામાં ના આવી હોવાનો મુદ્દો છેલ્લાં એક સપ્તાહથી વિવાદ બન્યો છે.