અમદાવાદ પોલીસની ગાડીનો અકસ્માત! પોલીસની જીપ રસ્તા ઉપર પલટી થઈ, જુઓ વિડીયો

0
અમદાવાદ પોલીસની ગાડીનો અકસ્માત! પોલીસની જીપ રસ્તા ઉપર પલટી થઈ, જુઓ વિડીયો
Views: 94
0 0
Spread the love

Read Time:2 Minute, 10 Second

Views 🔥 અમદાવાદ પોલીસની ગાડીનો અકસ્માત! પોલીસની જીપ રસ્તા ઉપર પલટી થઈ, જુઓ વિડીયો

અમદાવાદ પોલીસની ગાડીનો અકસ્માત! પોલીસની જીપ રસ્તા ઉપર પલટી થઈ, જુઓ વિડીયો

અમદાવાદ: સામાન્ય રીતે પુર ઝડપે ચાલતા વાહનોના અકસ્માત થાય ત્યારે અકસ્માતમાં વાહન પલટી થઈ જતું હોય છે. ત્યારે શહેરના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે એક પોલીસ જીપ પલટી થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા. તાત્કાલિક અસરથી જનતા જનાર્દન દ્વારા ઉલટી પડેલ પોલીસ જીપમાંથી ત્રણ પોલીસ કર્મચારીઓને બહાર કાઢ્યા. સદનસીબે કોઈ પોલીસ કર્મચારીને ગંભીર ઇજા થઇ નથી.

કેમ થયો અકસ્માત ચર્ચાનો વિષય બન્યો
અકસ્માતની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ હાથધરી હતી જેમાં પોલીસ જીપમાં સવાર પોલીસ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે કંટ્રોલ મેસેજના આધારે એક તપાસમાં પોલીસ કર્મચારીઓ જઇ રહ્યા હતા અને જીપ આગળ એક સાયકલ ચાલક આવી જતા સાઇકલ ચાલકને બચાવવા જતા જીપના ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને જીપ પલટી થઈ ગઈ. પણ અહીં સવાલ એ થાય કે પોલીસ જીપની સ્પીડ ઓવર હોય તો જ આ પ્રકારે અકસ્માત થાય.

શુ પોલીસ કર્મચારીઓ નશામાં હતા કે શું..?
વિચિત્ર અકસ્માત કે જેમાં સાઇકલ ચાલકને બચાવવા જતા પોલીસ જીપ પલટી થઈ જાય તે વાત કોઈને હજમ થાય તેવી નથી ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે પોલીસ કર્મચારીઓ નશાની હાલતમાં હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે કે માત્ર અકસ્માતનો કેસ બનાવી ભીનું સંકેલવામાં આવશે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *