જુનાગઢ બ્રહ્મલીન ભારતી બાપુનો ભંડારો મુલતવી રખાયો! કોરોનાની મહામારીને લઈને ભંડારો મુલતવી રખાયો

1 min read
Views: 33
0 0
Spread the love

Read Time:4 Minute, 40 Second
Views 🔥 web counter

હાલના ભારતી આશ્રમના ગાદીપતિ હરિરાનંદ ભારતીજીએ આપી માહિતી

જુનાગઢ : બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુનો ભંડારો મુલતવી રખાયો : ભારતી આશ્રમના ગાદીપતિ તરીકે મહંત શ્રી હરિરાનંદ ભારતીજી મહારાજ સંચાલન કરશે  તારીખ ૧૧ એપ્રિલને ૨૦૨૧ના રોજ અનંત શ્રી  વિશ્વ વિભૂતિ મહામંડલેશ્વર 1008 પૂજ્ય વિશ્વમભર  ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા છે…બાપુ બ્રહ્મલીન થતા સંત સમાજ અને લોકોમાં ખુબ ઘેર પ્રત્યાઘાત પડ્યા હતા…ત્યારે બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુ નો ભંડારો હાલ કોરોનાની મહામારીને કારણે મુલતવી રખાયો છે….અને હવેથી ભારતી બાપુના શિષ્ય મહંત શ્રી હરિરાનંદ ભારતીજી મહારાજ ભારતી આશ્રમના ગાદીપતિ તરીકે ભારતી આશ્રમનું સંચાલન કરશે…

ગુજરાતના જાણીતા સંત અને મહામંડલેશ્વર ભારતીબાપુ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમમાં તારીખ ૧૧ એપ્રિલને ૨૦૨૧ના રોજબ્રહ્મલીન થયા છે. 93 વર્ષની વયે પૂ.ભારતીબાપુનું નિધન થયું હતું…નાંદુરસ્ત તબિયતને લઈ બાપુનું નિધન થયું હતું…બાપુએ સમાધી લેવાની જગ્યા પેહલાથી જ નક્કી કરી હતી જેથી ભારતી આશ્રમમાં ગુરુ ગાદી તરીકે ઓળખાતા હોલમાં તેમના ગુરુની સમાધિ ની નજીક તેઓને સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ થયા બાદ સમાધી આપવામાં આવી હતી…ત્યારે બાપુના નિધનને પગલે સંત સમાજમાં ઘેર પ્રર્ત્યાઘાતો પડ્યા હતા…બ્રહ્મલીન ભરતીબાપુનો પોષીય ભંડારો જે 16મા દિવસે યોજવાનો હોય છે એ કોરોનાની વેશ્વિક મહામારીને પગલે મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે જે માહિતી હાલના ભારતી આશ્રમના ગાદીપતિ મહંત શ્રી હરિરાનંદ મહારાજે આપી હતી…આવનારા યોગ્ય સમયમાં પોષીય ભંડારો યોજાશે…

બાપુના નિધન બાદ ભારતી આશ્રમના સંચાલનની જવાબદારી બાપુના શિષ્ય મહંત શ્રી હરિરાનંદ ભારતીજી મહારાજને વર્ષ ૨૦૦૧માં જ ચાદર વિધિ કરી જવાબદારી સોપવામાં આવી હતી….તારીખ 31 10 2001 ના દિવસે શ્રી ભારતી આશ્રમ ગિરનાર જૂનાગઢ ખાતે કથા ત્રિવેણી જ્ઞાન યજ્ઞ યોજાયો હતો તે દિવસે અખાડાના વરિષ્ઠ સંતો સૌરાષ્ટ્ર-ગુજરાતના વરિષ્ઠ સંતો કથાકારો ની હાજરીમાં પરમ પૂજ્ય મહંત શ્રી હરિહરાનંદજી ભારતીજી મહારાજ તથા મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતી બાપુ ની ચારદ વિધિ કરવામાં આવી હતી…. આ ચાદર વિધિમાં શ્રી પંચ દર્શનમ જૂના અખાડાના થાનાપતી શ્રી બચુ ગીરી મહારાજ તથા પંચ દર્શનમ આહવાહન અખાડા ના સભાપતિ મહંત શ્રી ભગવાન ભારતીજી તથા પંચશાનમ  અખાડા ના સભાપતિ શ્રી ગોપાલાનંદ બાપુ બ્રહ્મચારી તથા પૂજ્ય મોરારીબાપુ ,પૂજ્ય રમેશભાઈ ઓઝા ,મહંત શ્રી દેવી પ્રસાદજી ,મહંત શેરનાથ બાપુ,મહંત તનસુખગીરી બાપુ, મહંત શ્રી મેઘાનંદ બાપુ, આંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ, મહંત શ્રી મહાદેવ ગીરીબાપુ , મહંત શ્રી મહેશ ગીરી બાપુ તથા ગિરનાર મંડળના વરિષ્ઠ સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિશ્વંભર ભારતી બાપુએ તેમના શિષ્ય પરમ પૂજ્ય શ્રી મહંત હરિહરાનંદ ભારતી બાપુ તથા મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતી બાપુ ની ચાદર વિધિ કરેલ છે ત્યારે ભારતી બાપૂએ ચીંધેલી રાહ અને સેવાના કાર્યો પરમ પૂજ્ય શ્રી મહંત હરિહરાનંદ ભારતી બાપુ આગળ વધારશે…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

જુનાગઢ બ્રહ્મલીન ભારતી બાપુનો ભંડારો મુલતવી રખાયો! કોરોનાની મહામારીને લઈને ભંડારો મુલતવી રખાયો

Spread the love

You May Also Like

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *