0
0
Read Time:38 Second
એકલતાના કિનારેથી એ જણ અચાનક લઇ ગયું.
થંભેલા જળમાં કોઈ કાંકરીચાળો કરી ગયું.
હતી જ્યાં આશા ચહેરા દેખાવાની ત્યાં કોઈ પડદા કરી ગયું.
સહેજ જ્યાં વાગે ભણકારા એમના ત્યાં કોઈ ચીસ પાડી છું થઇ ગયું.
રાત્રે સિતારાઓ ચાંદને ઘેરી વળ્યા ત્યાં કોઈ અચાનક અજવાળું કરી ગયું.
આમતો બધું સહજ હતું, જ્યાં લગી એમનું સઘળું કામ કર્યું,
પછી જગતના વહેવારે નખ કાપી, ફરી એકલતાના કિનારે એ જણ છોડી ગયું.
અંકુર શ્રીમાળી