0
0
Read Time:45 Second
જામનગર: સાંજના સુમારે અચાનક સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. સૌરાષ્ટ્રના જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. સાંજે 7.13 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજી. લોકો ભયને લીધે બહાર દોડી આવ્યા હતા. જામનગર ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લામાં દરેક તાલુકામાં ભૂકંપના આંચકાની અસર જણાઈ છે પરંતુ કોઈ જાનહાનિ, નુકશાની થયાના અહેવાલ મળ્યા નથી.