રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદમાં ફરી એકવાર સંબંધોને લાંછન પુત્રએ જ પિતાની કરી હત્યા પિતા પત્નીની છેડતી કરતા હોવાનો આક્ષેપ અમદાવાદમાં ફરી એકવાર સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. અમદાવાદના સરદારનગરમાં પુત્રએ પિતાની હત્યા કરી છે. અને પિતાની હત્યા પાછળનું કારણ પોતાની પત્નીની છેડતી કરી હોવાની પુત્રને શંકા હતી.
આવા આક્ષેપ સાથે પુત્રએ દસ્તો મોઢાના ભાગે મારતા પિતાનું મૃત્યુ થયું હતું. હાલ પોલીસે આરોપી પુત્ર અંકુશની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, મૃતક બિરજુભાઈ પર છેડતીના લગાવેલા આરોપને તેમનો નાનો દીકરો ખોટા કહે છે. પરંતુ બિરજુભાઈની મોટી દીકરી સ્નેહાએ જ પોલીસ કન્ટ્રોલને ફોન કરીને પિતા ભાભીની છેડતી કરી રહ્યા હોવાનું મેસેજ લખાવ્યો હતો.
આ મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બિરજુ ભાઈ ઇજાગ્રસ્ત મળી આવ્યા હતા. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્ર અંકુશની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે, મૃતક બિરજુભાઈને દારૂ પીવાની કુટેવ હતી. એક દીકરો પિતાના ચારિત્ર્ય પર શકા કરીને હત્યા કરે છે. જ્યારે બીજો પુત્ર પિતાને સજ્જન ગણાવે છે. પરંતુ એક દીકરીએ પિતા વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવીને પોલીસને જાણ કરતા હાલમાં પોલીસે છેડતીની શક્યતાને ધ્યાનમાં રાખીને આરોપી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.