Read Time:47 Second
ઉગે છે.
કોઇ કૂંડામાં,
કોઇ ભીંતમાં, કોઇ રણમાં, કોઇ ખડકમાં,
કોઇ જળમાં ને વળી કોઇ ભૂમિમાં,
સૌ કોઇ ઉગે છે,
પોત પોતાની રીતમાં.
કોઇ ઉગીને જીવન આપે છે.
કોઇ ફૂલ ને ફોરમ આપે છે.
કોઇ દવા ને કોઇ દુઆ આપે છે.
કોઇ ભૂખ ભાંગે છે.
કોઇ બળીને રાખ આપે છે.
પોત પોતાની રીતે,
કાંઇ ને કાંઇ આપે છે.
છતાં,
બધી વનસ્પતિને બધુ મળે એવું નથી હોતુ,
બધા વૃક્ષોનું જીવન એક સરખું નથી હોતુ.
રોજ રોપાય છે, રોજ કપાય છે,
તેમ છતાંય
રોજ મોજથી
એમનાથી ઉગાય છે.
અંકુર શ્રીમાળી તા.૧૬/૦૭/૨૦૨૧