<strong>સર્જરીમાં બેદરકારી બાદ કોમામાં સરી પડેલી યુવતીનું મોત, તબીબને રૂ.26 લાખ ચૂકવવા હુકમ</strong>

સર્જરીમાં બેદરકારી બાદ કોમામાં સરી પડેલી યુવતીનું મોત, તબીબને રૂ.26 લાખ ચૂકવવા હુકમ

0 0
Spread the love

Read Time:2 Minute, 46 Second
<strong>સર્જરીમાં બેદરકારી બાદ કોમામાં સરી પડેલી યુવતીનું મોત, તબીબને રૂ.26 લાખ ચૂકવવા હુકમ</strong>

નવરંગપુરાના સ્પર્શ સર્જિકલ હોસ્પિટલના ડૉ.પાર્થિવ શાહને દંડ

ફેફસાં પાછળના ભાગે નાની ગાંઠની સર્જરી બાદ તબિયત લથડી હતી

16મી ડિસેમ્બરે એક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા

અમદાવાદ: 19’01’2023
અમદાવાદની ગ્રાહક સુરક્ષા કોર્ટે નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્પર્શ સર્જીકલ હોસ્પિટલના ડોકટર પાર્થિવ શાહ ને રૂપિયા 26 લાખનો દંડ ફટકાર્યો છે. ફેફસાંની પાછળના ભાગે ગાંઠની સર્જરીમાં બેદરકારીના કારણે સરખેજની 22 વર્ષીય નેહલ કોમામાં સરી પડી હતી, એ પછી તેનું મોત થયું હતું. સારવારમાં બેદરકારીના આક્ષેપ સાથે થયેલા દાવાના કેસમાં રાજ્યના ગ્રાહક કમિશને નવરંગપુરા સ્થિત સ્પર્શ પીડિયાટ્રિક સર્જિકલ હોસ્પિટલના ડો. પાર્થિવ એમ. શાહને 3. 26.32 લાખ વળતર પેટે ચૂકવવા માટે આદેશ કર્યો છે. આ રકમ મૃતકના પરિજનોને ડોક્ટરે 45 વિસની અંદર ચુકવવાની રહેશે. મૃતક દર્દીના પિતા સહિતના અરજદારોએ ગ્રાહક કોર્ટમાં દાવો માંડયો હતો. ડો. પાર્થિવ શાહની હોસ્પિટલે દર્દીને ફેફસાંની પાછળના ભાગે નાની ગાંઠની સર્જરી માટે 9મી ડિસેમ્બર 2013ના રોજ હોસ્પિટલે દાખલ થયા હતા, સર્જરી થઈ એ તબક્કે હોસ્પિટલમાં ઈમરજન્સી પ્લાનિંગ જેવી સવલત નહોતી, ઓક્સિજન સિલિન્ડર વેન્ટિલેટર સિસ્ટમ વગેરેનો પણ અભાવ હોવાનો આક્ષેપ કરાયો હતો. સર્જરી દરમિયાન લોહી નીકળવાનું બંધ થયું ન હતું. આ તબક્કે જીવરાજ મહેતા હોસ્પિટલે શિફ્ટ કરવાની સલાહ અપાઈ હતી. રાતે નવ વાગ્યે દર્દીને બીજી હોસ્પિટલના આઈસીસીયુમાં દાખલ કરવા પડયા હતા. જોકે દર્દી બેભાન અવસ્થામાં જ હતા અને કોમામાં સરી પડયા હતા. એ પછી 16મી ડિસેમ્બરે અન્ય એક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા, દર્દીની તબિયતમાં કોઇ સુધારો થયો નહતો, જૂન 2014 સુધી વેન્ટિલેટર પર રહેવું પડયું હતું. અંતે નવેમ્બર 2018માં દર્દીનું મોત થયું હતું. બીજી તરફ ડોક્ટર તરકે દલીલ કરાઈ હતી કે સારવારમાં કોઈ જાતની કચાશ ન હોવાનો અને ઓક્સિજન સહિતની પૂરતી વ્યવસ્થા હોવાનો દાવો કરાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

<img alt="પાટણમાં થયો માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ! માનસિક સ્વાસ્થ્યની જાણકારી આપવામાં આવી" title="પાટણમાં થયો માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ! માનસિક સ્વાસ્થ્યની જાણકારી આપવામાં આવી" width="300" height="300" src="https://i2.wp.com/themobilesnews.com/wp-content/uploads/2023/01/IMG-20230119-WA0053-1024x1024.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="પાટણમાં થયો માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ! માનસિક સ્વાસ્થ્યની જાણકારી આપવામાં આવી" title="પાટણમાં થયો માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ! માનસિક સ્વાસ્થ્યની જાણકારી આપવામાં આવી" decoding="async" loading="lazy" />

<strong>પાટણમાં થયો માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ! માનસિક સ્વાસ્થ્યની જાણકારી આપવામાં આવી</strong>

<img alt="વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું" title="વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું" width="300" height="300" src="https://i3.wp.com/themobilesnews.com/wp-content/uploads/2023/01/IMG-20230119-WA0054-671x1024.jpg?w=300&resize=300,300&ssl=1" class="attachment-medium size-medium wp-post-image" alt="વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું" title="વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું" decoding="async" loading="lazy" />

<strong>વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું</strong>

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.