જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ

જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ

0 0
Spread the love

Read Time:3 Minute, 18 Second

જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ બહાર કાઢીને નવજીવન આપવામાં આવ્યું હતું. 66 વર્ષીય પુષ્પાબેને થોડા વર્ષ અગાઉ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું. પેટમાં દુઃખાવો વધવાની સાથે સાથે તેમને ખાવા-પીવાની તકલીફ થવા લાગી હતી. અંડાશયમાં રહેલી ગાંઠ દિવસે દિવસે મોટી થતાં પેટની સાઈઝ વધતી જતી હતી. આ ઉપરાંત પેટમાં દુ:ખાવોની સાથે પેટ વધારે ફુંલતું લાગતાં ડોક્ટરને બતાવ્યું હતું. સીટી સ્કેન કરાવતા ગાંઠ જણાઇ ત્યારે ઓપરેશન કરાવી સારવાર લેવાની સલાહ અપાતાં તેમણે જીસીએસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગનો સંપર્ક કર્યો હતો. જીસીએસ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં ડો. દિવ્યેશ પંચાલ દ્વારા જરૂરી રીપોર્ટસ કરાયા બાદ ઓપરેશન દ્વારા ગાંઠ બહાર કાઢવાનું નક્કી કર્યું હતું. આ ઓપરેશનમાં ગાયનેક ટીમના ડો. દિવ્યેશ પંચાલ, ડો. શિખા ચંદ્રાવત, ડો. નીતિન ગંભાવા , ડો. સાક્ષા ધોળકીયા અને ડો. મિસબાહ મન્સુરી જોડાયા હતા. એનેસ્થેટિક વિભાગ અને પેથોલોજી વિભાગના સહયોગથી ડો. દિવ્યેશ પંચાલ અને તબીબોની ટીમે સતત ત્રણ કલાક સુધી ઓપરેશન કરીને ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢી હતી.

જીસીએસ હોસ્પિટલના ડો. દિવ્યેશ પંચાલે (એસો. પ્રોફેસર – ગાયનેકોલોજી અને પ્રસુતિ વિભાગ) જણાવ્યું કે, અંદાજે 13 કિલો વજનની ગાંઠના કારણે પેટ ફૂલી જતા મહિલા દર્દી માટે ઊઠવું, બેસવું અને ચાલવું અશક્ય બન્યું હતું. કેન્સરની શંકા જતા જીસીએસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગનો સંપર્ક કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું મહિલા માટે આર્થિક રીતે પોસાય તેમ ન હતું. પરંતુ જીસીએસ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો હતો. ત્રણ કલાકના આ ઓપેરેશન બાદ 13 કિલો વજનની આ ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢવમાં આવી હતી. આ ગાંઠનું કદ 32 સેમી જેટલું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં જીસીએસ હોસ્પિટલમાં 100થી વધુ ગાયનેક કેન્સરના દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે જેમાં 56થી વધારે દર્દીઓને સર્જરી દ્વારા સારવાર આપવામાં આવી છે. જેમાંથી મોટા ભાગના દર્દીઓએ આયુષ્માન ભારત યોજના હેઠળ નિ:શુલ્ક સારવારનો લાભ મેળવ્યો હતો. જીસીએસ હોસ્પિટલમાં હાલમાં મોં-ગળા, સ્તન, ફેફસા, ગર્ભાશય, અન્નનળી-આંતરડા, થાઈરોઈડ, બ્લડ કેન્સર વગેરે પ્રકારના કેન્સરની પણ સારવાર ઉપલબ્ધ છે.

Views 🔥 જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

નવજાત 5 મહિનાના રાજવીરને એકાએક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ: એક ક્ષણે હ્યદય ધબકતુ બંધ થઇ ગયુ !!

નવજાત 5 મહિનાના રાજવીરને એકાએક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ: એક ક્ષણે હ્યદય ધબકતુ બંધ થઇ ગયુ !!

જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ

મહામારી છતાં કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી)માં વિક્રમજનક પ્લેસમેન્ટ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.