ચૂંટણીમા મતદાન પહેલા લોકોની સુરક્ષા -કાયદો-અને વ્યવસ્થાની સમીક્ષાને લઈ રાજ્યના પોલીસ વડા અને ગૃહ સચિવ વચ્ચે બેઠક યોજાઈ, સુરક્ષા,જાગરૂકતા ચોકસાઈ ઉપર અપાઈ કડક સૂચના!

0
ચૂંટણીમા મતદાન પહેલા લોકોની સુરક્ષા -કાયદો-અને વ્યવસ્થાની સમીક્ષાને લઈ રાજ્યના પોલીસ વડા અને ગૃહ સચિવ વચ્ચે બેઠક યોજાઈ, સુરક્ષા,જાગરૂકતા ચોકસાઈ ઉપર અપાઈ કડક સૂચના!
Views: 120
0 0
Spread the love

Read Time:4 Minute, 18 Second


   રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર )

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી લઈને ચૂંટણી આયોગ દ્વારા તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષાને લઈને ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ખાસ મહત્વની બેઠક ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના ગૃહ સચિવ અને રાજ્ય પોલીસ વડા બેઠકમાં હાજરી આપી હતી. આગામી તા.21મી ફ્રેબુઆરીના રોજ રાજયની છ મહાનગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકો પરની પેટાચૂંટણી છે. આ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ગઇકાલે રાજયના પોલીસ વડા દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સબધીત જિલ્લા કલેકટર પોલીસ વડા સાથે બેઠક કરી હતી આ બેઠકમાં રાજ્યના ગૃહ સચિવ પંકજ કુમાર હાજર રહ્યા હતા.


આ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો અત્યારથી જ અમલ થાય અને ચૂંટણી સંદર્ભેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવે તેવી સૂચના આપી હતી. તેની સાથોસાથ ખાસ કરીને જે વિસ્તારોમાં અગાઉની ચૂંટણીઓમા કોઇ બનાવો કે ગુનાઓ બન્યા છે ત્યાં વિશેષ તકેદારી રાખીને અત્યારથી જ આવા વિસ્તારોમાં જરૂરી સમીક્ષા કરીને અટકાયતી પગલાંઓ સહિતની કાયદેસરની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી છે.

આ ઉપરાંત પોલીસ અધિકારીઓને તમામ બુથની મુલાકાત લઇને ત્યાં રાખવાની સુરક્ષા વ્યવસ્થાનું આકલન કરીને તે પ્રમાણે ફોર્સ ફાળવવા આયોજન કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ચૂંટણીને લગતી તમામ બાબતો જેવી કે ચૂંટણી વિભાગના સંકલનમાં રહીને પોલીંગ સ્ટેશન તથા તેના લોકેશન નક્કી કરવા, પોલીંગ બુથોની સંવેદનશીલતાની ચકાસણી, કેટલો પોલીસ ફોર્મ અને કેટલી પેરામીલીટરીની જરૂરીયાત રહેશે તેનું આગોતરું આયોજન કરવા તેમ જ બહારથી જે ફોર્મ ફાળવવામાં આવે તેમની રહેવા તેમ જ અન્ય સુવિધાઓ માટેની વ્યવસ્થા કરવા સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવા સૂચના આપી હતી.

આદર્શ આચારસંહિતાની કડક અને નિષ્પક્ષ અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા તમામ અધિકારીઓને જણાવતાં ઉમેર્યું હતું કે, જાહેર રેલી, સભા, લાઉડ સ્પીકરની પરવાનગી સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે પારદર્શક નીતિ રાખીને આપવા સૂચના આપી હતી. અને આવી સભાઓ દરમિયાન પણ આચારસંહિતાનું પાલન કરવામાં આવે અને જો તેનો ભંગ થતો જોવા મળે તો ભંગ કરનારા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ચુંટણી સંદર્ભે રાજયની સરહદો ઉપર તથા આંતર જિલ્લા તેમજ આંતર રાજય ચેકપોસ્ટ તાત્કાલિક કાર્યરત કરી ત્યાં કડક ચેકીંગ રાખવા કહ્યું હતું.

વધુમાં તેમણે આગામી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે રાજયમાં પરવાના ધરાવતાં હથિયાર કબ્જે લેવાની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવી, ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા, રીઢા ગુનેગાર તેમ જ ટ્રબલ મેકર વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલાં લેવાની કામગીરી, પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી કરવા સહિતની તૈયારીઓ કરવા સૂચના આપી હતી. આ કોન્ફરન્સમાં સંબંધિત મહા નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ વડા અને કલેકટરોએ બેઠકના હાજરી આપી હતી.

Views 🔥 web counter

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed