નાંદિસણની દલિત યુવતીને ચાલુ વરઘોડામાં ઘોડા પરથી ઉતારી દીધી: જ્ઞાતિય ભેદભાવ :

નાંદિસણની દલિત યુવતીને ચાલુ વરઘોડામાં ઘોડા પરથી ઉતારી દીધી: જ્ઞાતિય ભેદભાવ :

0 0
Spread the love

Read Time:2 Minute, 3 Second

દીકરીના ભાઈના માથા પરથી સાફો ઉતરાવી નાખ્યો શખ્સ

વરઘોડામાં આવેલા અન્ય શખ્સને લાફા માર્યા

મોડાસા, તા.૧૭

મોડાસાના નાંદિસણ ગામમાં દલિત યુવતિના લગ્ન હોવાથી તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યાં એક પિતાપુત્રએ આવી આ યુવતીને ઘોડા પરથી ઉતારીને ઘરે ચાલતી મોકલી હતી.આ ઉપરાંત આ યુવતીના ભાઈના માથા ઉપરથી સાફો ઉતારી અને અન્ય સબ્સને લાફા મારી ભેદભાવ ભર્યું વર્તન કર્યુ હતું. આથી પોલિસે આ મુદ્દે ગુન્હો નોંધી પિતા પુત્રને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતાં ત્યારબાદ પોલિસ બંદોબસ્ત વચ્ચે ફરી આ યુવતીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસા તાલુકાના નાંદિસણ ગામમાં એક દલિત દીકરીના લગ્ન નિમિત્તે એ દિકરીનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડો નાંદિસણ ગામના ઓટલાવાળા ચોકમાં પહોચ્યો ત્યારે ધરેમેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ અને જયેન્દ્રસિંહ પરમસિંહ ચૌહાણે આ વરઘોડામાં આવી દીકરીને ઘોડા ઉપરથી નીચે ઉતારી દીધી અને કહ્યું કે ” તારા માથા ઉપર આ સાફો સારો નથી લાગતો ”    દિકરીના ભાઈને એમ કહીને અપમાનિત કર્યો હતો. આ ઉપરાંત વરઘોડામાં હાજર એક વ્યક્તિને લાફા માર્યા હતા.જેને લઈને આ યુવતીના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે મોડાસા પોલીસે વરઘોડામાં હુમલો કરનાર બન્ને પિતા પુત્રને જેલ હવાલે કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી આ બેન્ડબાજા સાથે આ દીકરીનો વરઘોડો કાઢ્યો હતો.

Views 🔥 નાંદિસણની દલિત યુવતીને ચાલુ વરઘોડામાં ઘોડા પરથી ઉતારી દીધી: જ્ઞાતિય ભેદભાવ :

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

નાંદિસણની દલિત યુવતીને ચાલુ વરઘોડામાં ઘોડા પરથી ઉતારી દીધી: જ્ઞાતિય ભેદભાવ :

Thank You Covid! કોરોના નેગેટિવ- સિવિલ હોસ્પિટલ પોઝીટીવ!

નાંદિસણની દલિત યુવતીને ચાલુ વરઘોડામાં ઘોડા પરથી ઉતારી દીધી: જ્ઞાતિય ભેદભાવ :

તબીબી જગતના વિખ્યાત દંપતી ડો.કેતન દેસાઈ અને ડોક્ટર અલ્કા દેસાઈ એ કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવ્યો

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.