મોડાસા શહેરની ૨૨ વર્ષીય યુવતી યુવા વયે લેખક બની છે.તેમના પુસ્તકનું વિમોચન જિલ્લા કલેકટર અને મોડાસા પાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારે હવે મોડાસાની શાખા બેન્ક ઓફ મહારાષ્ટ્ર મેનેજર અને સ્ટાફ દ્વારા લેખક ક્રિષ્ના ગીરીશભાઈ પટેલનું સન્માન કરાયું હતું.
મેઘરજ રોડ પર આવેલી બઁક ઓફ મહારાષ્ટ્ર મોડાસા શાખા તરફથી નાની વયે લેખક બનેલી ક્રિષ્નાનું સન્માન કરવમાં આવ્યું હતું .“ જિંદગીના સરનામે ” પુસ્તક લખેલુ છે તેવી જાણ તથા તેના કાર્યને વધુ પ્રોત્સાહન આપવા બેંક ઓફ મહારાષ્ટ્ર મોડાસા શાખાના બ્રાંચ મેનેજર સંતોષ શર્મા અને બેંક ઓફ મહારાષ્ટ્ર શાખા મોડાસાના સ્ટાફ સાથે ગ્રાહક કિરીટભાઈ પટેલ, કલ્પેશ પટેલે સાથે મળી યુવા વયે લેખલ બનેલી ક્રિષ્નાનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથેજ સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
બ્રાન્ચ મેનેજર સઁતોષ શર્માએ ક્રિષ્ના જીવનમાં વધુ ને વધુ પ્રગતી કરે તેવા આશીર્વાદ આપી તેની પુસ્તકને વખાણી હતી .
‘જિંદગીના સરનામે’ પુસ્તકના યુવા લેખક ક્રિષ્ના પટેલનું બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા સન્માન કરાયું
Read Time:1 Minute, 32 Second