પોલીસ લખેલી GJ01 KH 5125 કારનો ચાલક અકસ્માત કરી થયો ફરાર
ત્રણ બાળકો અને બે સિનિયર સિટીઝનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
નરોડા હંસપુરા બસ સ્ટેડન પાસેની ઘટના
પોલીસ દ્વારા પોલીસ લખેલ કાર ડિટેન કરી વાહન ચાલકની તપાસ હાથધરી
અમદાવાદ: ૧૦’૦૯’૨૦૨૨
સરકાર દ્વારા ગમે તેટલા કડક કાયદા બનાવવામાં આવે તેમ છતાં વાહન અકસ્માતનો વણઝાર અટકતો નથી. તેમાં પણ પરિવારનો કોઇ સદસ્ય અથવા વાહન ચાલક પોતે જો પોલીસ કર્મચારી હોય તો તો જાણે તેને છૂટો દોર મળી જાય છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હંસપુરા બસ સ્ટેન્ડ પાસે ૧૦મી સપ્ટેમ્બરની રાત પાંચ લોકો માટે ગોઝારી સાબિત થઈ. GJ01 KH 5125 નમ્બરની પોલીસની પ્લેટ વાળી સ્વીફ્ટ કારે ત્રણ બાળકો અને બે સિનિયર સીટીઝનને ફંગોળી વાહન ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો.
અસકમાત્મા ઘાયલ થયેલ ત્રણ બાળકો અને બે સિનિયર સીટીઝનને ગંભીર અવસ્થામાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા GJ01 KH 5125 નંબરની કારને ડિટેન કરી વાહન ચાલકને શોધવા તજવીજ હાથધરી.
અત્ર ઉલ્લેખનીય છે કે GJ01 KH 5125 નંબરની કારમાં પોલીસ લખેલ પ્લેટ પણ મળી આવી છે ત્યારે શું કાર ચાલક પોલીસ કર્મી હતો કે પછી પોલીસ કર્મીના સગા દ્વારા કાર ચલાવવામાં આવી હોય તે સ્પષ્ટ થઈ રહ્યું છે.