કચ્છ: ૧૭’૦૯’૨૦૨૨
ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની અનોખી રીતે કેક કાપી ઉજવણી કરવામાં આવી ભુજ શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી દરેક વિસ્તારના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે પરંતુ આજ દિવસ સુધી ભુજ નગરપાલિકા કે સંબધિત તંત્ર દ્રારા આ રસ્તાઓની જાળવણી કરવામાં નથી આવી કે નથી રસ્તાઓમાં ખાડા પૂરવામાં આવ્યા જેથી ભુજ શહેરની આમ પ્રજા આ ખાડાવાળા રોડના ભોગ બની રહી છે ત્યારે આજરોજ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમનો ફોટો સાથે રાખી જાહેર માર્ગ પર પડેલા ખાડામાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ અંગે વધુમાં ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કિશોરદાન ગઢવી એ જણાવ્યું હતું કે ભુજ શહેરમાં જ્યારે વડાપ્રધાન શ્રીનો રોડ યોજવામાં આવ્યો હતો ત્યારે તે રસ્તામાં આવતા ખાડાઓ અને ખખડધજ રસ્તાઓનો સમારકામ તાત્કાલિક યુધ્ધના ધોરણે ભુજ નગરપાલિકા દ્વારા તથા આર એન્ડ બી શાખા દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવ્યા હતા. જ્યારે જ્યારે ભુજ શહેરમાં ગુજરાત સરકારના કોઈમોટા મંત્રી કે મુખ્યમંત્રી આવે ત્યારે ખાડા વાળા રસ્તાઓના કામ રાતોરાત થઈ જતા હોય છે પરંતુ આમ પ્રજા જે દિવસ રાત આ રસ્તા ઉપર થી પસાર થતા હોય છે તેમને ખાડા વાળા રસ્તાઓનો ભોગ બનવો પડે છે એક બાજુ ભુજ શહેરની પ્રજા રોડ ટેક્સ અને બધા વેરા ભરતી હોય તો શા માટે તેમના માટે રસ્તાઓના સમારકામ કરવામાં ના આવે એટલે આજરોજ ભુજ આર એન્ડ બી શાખા ના અને નગરપાલિકાના સત્તાધીશોને કુંભકરણની નિંદ્રામાંથી જગાડવા માટે અને લોકોની સુખાકારી માટે ખાડા વાળા રસ્તાઓ તાત્કાલિક સમારકામ કરવા માટે આ અનોખો કાર્યક્રમ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભુજ સ્વામિનારાયણ મંદિર વાળા માર્ગ પર પડેલા ખાડાઓમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ફોટા સાથે કેક રાખી કેક કટીંગ કરવામાં આવ્યું હતું અને તેમની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને પ્રજા માટે નહીં પરંતુ દેશના વડાપ્રધાનની આન બાન શાન રાખવા માટે તંત્ર તાત્કાલિક ખાડા વાળા રસ્તાઓ નું સમારકામ પૂર્ણ કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ કેટ કટીંગ કાર્યક્રમમાં ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવી ,યુવક કોંગ્રેસના પ્રમુખ રમેશ આહીર, દિપક ડાંગર, અમિસ મહેતા, નિલય ગોસ્વામી, એચ એસ આહીર, શક્તિસિંહ ચૌહાણ, કાસમ સમા,મીત જોશી, અશરફશા સૈયદ,કપિલ ગોર, ધીરજ રૂપાણી, રમેશ ગરવા,ગની , યાકુબ ખલીફા, વિશાલ ગઢવી, ધૈર્ય ગોર,વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા તેવું પ્રવક્તા ગનીભાઇ કુંભારની યાદીમાં જણાવાયું હતું
કચ્છમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઉજવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ! કેક કાપીને ઉજવણી કરી
Read Time:3 Minute, 59 Second