ગૃહમંત્રીએ કેમ માંગી દિપાંશુંની માફી! ટુરિસ્ટનું ટ્વીટ રીક્ષા ચાલક થશે ફિટ

રીક્ષાચાલકની લૂંટ : મુસાફર પાસેથી 5.5 કિ.મી.ના રૂા.647 વસુલ્યા : ગૃહમંત્રીએ માફી માંગી

અમદાવાદ :મોંઘવારીમાં દિવસેને દિવસે અનેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. રીક્ષા ભાડા પણ ઉંચા છે ત્યારે અમદાવાદમાં આવેલા એક ટુરિસ્ટને લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં કડવો અનુભવ થયો હતો. અમદાવાદ આવેલા એક ટુરિસ્ટ પાસેથી એક રિક્ષાચાલકે માત્ર 5.5 કિ.મી.નું ભાડુ 647 રૂપિયા વસૂલ્યુ હતુ.
આ અંગે આ ટુરિસ્ટે ટવીટર પર પોતાનો કડવો અનુભવ શેર કર્યો હતો. આ યુવકે રાજ્યના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેગ કર્યા હતા. સમગ્ર મામલે રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ તપાસની ખાતરી આપી હતી.18 એપ્રિલના રોજ અમદાવાદ આવેલા દિપાન્સુ સેંગર નામના ટુરિસ્ટે ટવીટર પર પોતાનો કડવો અનુભવ શેર કર્યો હતો. દિપાન્સુ સેંગરે ટવીટ કરતા લખ્યુ હતુ કે, અમદાવાદમાં હવે દરરોજ ટુરિસ્ટને લૂંટવામાં આવે છે. મેં અમદાવાદમાં એક ઓટો રીક્ષા ભાડે કરી હતી, ઓટો રીક્ષાના ડ્રાઈવરે મારી પાસેથી 5.5 કિલોમીટરના 647 ચાર્જ વસુલ્યો હત

અને આ રકમ ચૂકવવા માટે મને ધમકી પણ આપી હતી. આ રીક્ષાચાલકનું નામ કદાચ રહેાન હતું. મેં પોલીસ હેલ્પ લાઈન નંબરનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. આ ઓટો રીક્ષાચાલકે મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, જેના કારણે મેં 600 રૂપિયા ચૂકવી દીધા હતા. મેં આ રીક્ષાની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો. રેહાને કદાચ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું સેવન કર્યું હતુ.દિપાન્સુ સેંગરની ટવીટ ટવીટર પર વાયરલ થઈ હતી અને આ ટવીટ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે પહોંચી હતી.
હર્ષ સંઘવીએ દિપાન્સુ સેંગરની ટવીટને જવાબ આપતા લખ્યુ હતું કે, આભાર, તમે આ માહિતી શેર કરી તે બદલ. દિપાન્સુ હું સૌથી પ્રથમ તમને તકલીફ થવા બદલ માફી માગુ છું. હું આ મેટરમાં વ્યક્તિગત રીતે ધ્યાન રાખી રહ્યો છું. તમને મદદ માટેની ખાતરી આપી રહ્યો છું. ગુજરાતમાં આવતા તમામ ટુરિસ્ટ મહેમાન છે. તમે ચિંતા ન કરો. ગુજરાતમાં તમારો સમય આનંદમાં પસાર કરો હું તમને વચન આપુ છું કે, જ્યારે તમે ગુજરાતમાંથી પરત ફરશો ત્યારે તમારી પાસેથી ગુજરાતીની સારી યાદો હશે.