અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. મહિલા કોન્સ્ટેબલે PI સુનિલ ચૌધરી અને ડી સ્ટાફના ત્રાસને લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાના આક્ષેપ થયા છે.
વીડિયોમાં PI સુનિલ ચૌધરી મહિલા કોન્સ્ટેબલના પતિને માર મારતા દેખાય છે. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનનો વીડિયો પર શેયર કર્યો છે..
કોન્સ્ટેબલના પતિને PIએ ઢોર માર માર્યાનો આક્ષેપ, PI સુનિલ ચૌધરીના ત્રાસને લઈ મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં પીધી દવા#AhmedabadPolice #Police #WomenPolice #Suicideattempt pic.twitter.com/SnC1zN8ynW
— DINESH CHAUDHARY (@dinesh9904748) April 21, 2024
વીડિયોમાં PI મહિલા કોન્સ્ટેબલના પતિને માર મારતા દેખાઇ રહ્યા છે..વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના હાથમાં બેલ્ટ જેવી કોઇ વસ્તુ છે જેનાથી તે યુવકને માર મારી રહ્યા છે.
દારૂના કેસમા ફસાવવાની ધમકી આપવાનો આક્ષેપ
માર મારવા સાથે PIએ કોન્સ્ટેબલના પતિને દારૂના કેસમા ફસાવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો છે. પોલીસે મહિલા કોન્સ્ટેબલના પતિને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. મહિલા કોન્સ્ટેબલના આપઘાતના પ્રયાસથી ધંધુકા પોલીસ સામે સવાલ ઉઠ્યા છે.