મહાનગરો બાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સફાયો
ઇવીએમ પર ઠીકરું ફોડયું! અમિત ચાવડાનું રાજીનામુ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કૉંગ્રેસના સુપડા સાફ થયા બાદ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ પ્રમુખ પદેથી રાજીનામું (Resignation) ધરી દીધું છે. તેઓએ હારની જવાબદારી સ્વીકારીના રાજીનામું ધરી દીધું છે. આ અંગે તેમણે હાઇકમાન્ડને જાણ કરી દીધી છે. રાજીનામા અંગે તેઓ સાંજે પત્રકાર પરિષદ કરીને સત્તાવાર જાહેરાત કરશે. આ સાથે જ તેમણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે. ગુજરાતના છ મહાનગરપાલિકા (Gujarat Corporation elections)ની ચૂંટણીમાં માઠા પરિણામ બાદ કૉંગ્રેસ પાર્ટી (Congress Party)ને આશા હતી કે તાલુકા-જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરશે. જોકે, પરિણામો તેમની ગણતરીથી બિલકુલ ઉલટા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આઝાદી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત કૉંગ્રેસ પાર્ટી ભૂંડી રીતે હારી છે.
અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર-10માં કૉંગ્રેસની કારમાં હાર થઈ છે. આ વોર્ડ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ વોર્ડમાં રહે છે. વોર્ડ નંબર 10માં ચાર બેઠકમાંથી ત્રણ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે, જ્યારે કૉંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે.
અમરેલીમાં કૉંગ્રેસની હાર સાથે સાથે અહીં ત્રણ બેઠક પર આપના ઉમેદારોની જીત થઈ છે. જેમાં અમરેલી જિલ્લા પંચાયતની એક બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે. આપના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીને હાર આપી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની દેવળીયા અને ભાડેર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 81 નગરપાલિકાની ચૂંટણીમાં 680 વોર્ડની કુલ 2,720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. 231 તાલુકા પંચાયતની બેઠકો 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. તાલુકા પંચાયતમાં ભાજપના 4, 652 ઉમેદવાર, કૉંગ્રેસના 4,594 ઉમેદવારો, આપના 1,067 ઉમેદવારો મેદાનમાં છે.
Views 🔥