મોડાસા ચાર રસ્તાથી મેઘરજ બાયપાસ  ચોકડી સુધીનો માર્ગ અકસ્માત ઝોન  બન્યો

મોડાસા ચાર રસ્તાથી મેઘરજ બાયપાસ ચોકડી સુધીનો માર્ગ અકસ્માત ઝોન બન્યો

0 0
Spread the love

Read Time:2 Minute, 8 Second
Views 🔥 મોડાસા ચાર રસ્તાથી મેઘરજ બાયપાસ  ચોકડી સુધીનો માર્ગ અકસ્માત ઝોન  બન્યો

છેલ્લા એક અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા

આડેધડ પાર્કિંગના કારણે રસ્તા સાંકડા બનતા અકસ્માત વધ્યા

ક્રિષ્ના પટેલ મોડાસા ,

      દિવાળી બાદ જન જીવન રાબેતા મુજબ થતા શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જોવા મળી રહ્યો છે.ત્યારે આડેધડ પાર્કિંગના કારણે સાંકડા રસ્તાઓ થઇ જતા મોડાસા ચાર રસ્તાથી મેઘરજ બાયપાસ ચોકડી સુધી માર્ગ અકસ્માતો વધ્યા છે.
       અરવલ્લી જિલ્લામાં મુખ્ય મથક મોડાસા શહેરમાં દિવાળી બાદ જીવન રાબેતા મુજબ બન્યું છે.જેન કારણે શહેરના ચાર રસ્તા,મુખ્ય બજાર,તેમજ મેઘરજ બાયપાસ ચોકડી સુધીના માર્ગમાં આડેધડ પાર્કિંગ અને લારીઓના કારણે રસ્તા સાંકડા થઇ ગયા છે.જેના કારણે મોડાસા શહેરના ચાર રસ્તાથી મેઘરજ બાયપાસ ચોકડી સુધીમાં જ છેલ્લા એક અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા છે. મેઘરજ રોડ પર   કે પી હોસ્ટેલ , પાવનસિટી, મધુરમ તેમજ ઇન્ડિયન પેટ્રોલ પંપ જેવા સ્થળો પર ગત અઠવાડીયે અકસ્માતો સર્જાયા છે. અવારનવાર મેઘરજ રોડ પર અક્સ્માતોના કારણે રાહદારીઓ  મુશ્કેલી ભોગવી રહ્યા છે.મોટા ભાગે સવાર અને સાંજે રોડ સાઇડમાં આડેધડ પાર્કિગ થવાના કારણે રસ્તા સાંકડા બની જતા હોય છે જેથી રોડ સાઈડ ચાલનાર તેમજ વાહનો માટે ટ્રાફિકમાં  વાહન હંકારવું જંગ જીતવા બરાબર બની જાય છે.સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા પોલીસને આડેધડ થતા પાર્કિંગને દૂર કરવા માંગણી કરાઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

મોડાસા ચાર રસ્તાથી મેઘરજ બાયપાસ  ચોકડી સુધીનો માર્ગ અકસ્માત ઝોન  બન્યો

ખેડૂતોના માથે વધુ એક આફત! હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોને ચેતવ્યા

મોડાસા ચાર રસ્તાથી મેઘરજ બાયપાસ  ચોકડી સુધીનો માર્ગ અકસ્માત ઝોન  બન્યો

કમોસમી માવઠાની અસરથી ખેડૂતો નિરાશાને ભેટ્યા! બર્ફીલા પ્રદોશોમાં જેવી ઠંડી અરવલ્લી જિલ્લામાં ઓસરાઇ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.