Read Time:1 Minute, 17 Second
વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન બ્લડપ્રેસર ઓછું થતા ચક્કર ખાઈ CM રૂપાણી ઢળી પડ્યા, સારવાર બાદ તબિયત સ્થિર જુઓ વિડીયો
રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
વડોદરામાં ચાલુ સભામાં CM ઢળી પડ્યા
ચક્કર આવતા CM રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યા
CM રૂપાણીને સારવાર આપવાનું શરૂ કરાયું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. ત્યારે CM રૂપાણીએ આજે વડોદરામાં મોરચો સંભાળ્યો હતો. વડોદરામાં કોંગ્રેસનો ગઢ ગણાતા તરસાલી, કારેલીબાગ અને નિઝામપુરામાં CM રૂપાણી સભા ગજવવા માટે પહોંચ્યા હતા. જોકે વડોદરામાં ચાલુ સભામાં ચક્કર આવતા CM વિજય રૂપાણી ઢળી પડ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગ્લુકોઝ પાણી અપાયું છે. જોકે મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રીની તબિયત સારી છે.